Dakshin Gujarat

બાજીપુરા ગામે બુટલેગરને દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એલસીબીએ ઝડપી પાડ્યો

વ્યારા: વાલોડના (Valod) બાજીપુરા (Bajipura) ગામે સુમુલ ડેરી ઓવર બ્રિજ પાસેથી એલ.સી.બી.એ (LCB) બુટલેગરને (Bootlegger) દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં દારૂ સહિતનો કુલ રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ દારૂની હેરાફેરી પ્રકરણમાં અન્ય એકને વોન્ટેડ (Wanted) જાહેર કરાયો છે.મહારાષ્ટ્રના (Maharashtra) નવાપુરનો રાજેશ સુરેશ વસાવે પોતાના કબજાની ટાટા મનઝા કારમાં અલગ અલગ બ્રાન્ડના દારૂ ભરી જઇ રહ્યો હોવાની એલસીબીને બાતમી મળી હતી.

કુલ રૂ.૧,૪૨,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો
રાજેશ વસાવે કુલ કિં.રૂ. ૪૧,૮૫૦ના પ્રોહિ.ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે મોબાઇલ નંગ-૧, આશરે કિં.રૂ. ૫૦૦ તેમજ કારની કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ.૧,૪૨,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા બુટલેગર રાજેશ વસાવેના વિરુદ્ધમાં પ્રોહિ. એક્ટ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Most Popular

To Top