વડોદરા: પોક્સોના (POCSO) ગુનામાં જેલમાં (Jail) સજા કાપ્યા બાદ જામીન મળી જતા યુવક પોતાના ઘરે પરત આવ્યો હતો. દરમિયાન તેના મિત્ર સહિત ચાર શખ્સો તેની માતાએ તુએ તારા દીકરાને ઘરમાં આવવા કેમ દીધો તેમ કહી તેના પર હુમલો કર્યો હતો. તારા દીકરાના ફરી જેલમાં પુરાવી દઇશુ અને ફરિયાદ (FIR) કરશો તમારા ટાટિયા તોડી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- યુવકે માતાને પોલીસ ફરિયાદ કરશો તો ટાટિયા તોડી નાખીશુ તેવી ધમકી આપી
- તારા દીકરાને પાછો જેલમાં પુરાવી દઇશુ તેવી ફરી ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સંતરામ નગર સોસાયટીમાં રહેતા કમલબેન ભીમરાવ જાધવે પોલીસ ફરીયાદ નોધાવી છે કે મારા દીકરા અશોક ઉર્ફે જીતુ ભીમરાવ જાધવ ઉપર વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં દીપક રમણ વાસફોડે પોક્સોનો કેસ કર્યો હતો અને તેમાં મારા પુત્રને પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
ગત ઓગસ્ટ મહિનામાં મારા દીકરાને જામીન મળી જતા મારા દીકરાને અમે અમદાવાદ ખાતે મારી દીકરી રેશ્માબેનના ઘરે મોકલી આપ્યો હતો. 23 નવેમ્બરના રોજ મારો દીકરો વડોદરા મારા બનેવી નલીન્દ્ર પીતાંમ્બર વાઘના ઘર આવ્યા બાદ સાંજે તેઓ અમારા ઘર લઈને આવ્યા હતા. ત્યારબાદ દીપકભાઈ રમણભાઇ વાસફોડના સગા વિશાલ મારવાડી તેના મિત્રો દીપક ઉર્ફે દીપુ ગોપાલભાઈ સરાણીયા તથા ગોપાલભાઈ મોહનભાઇ સરાણીયા સાથે આવ્યા હતા અને તે તારા છોકરાને ઘરમાં કેમ આવવા દીધો અમે તેને પાછો જેલમાં પુરાવી દેશુ તેમ કહી મારા દીકરા અશોક ઉર્ફે જીતુને ગમે તેમ ગંદી ગાળો આપવા લાગેલ અને દીપક ઉર્ફે દીપુ નાએ મારા દીકરા અશોક ઉર્ફે જીતુને પકડી રાખ્યો હતો અને વિશાલ તેમજ ગોપાલએ માર માર્યો હતો. જેથી મે પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરતા પોલીસની ગાડી આવી હતી. પરંતુ જે તે વખતે અમોને હરીશ અમૃત સરાણીયએ તમે ફરીયાદ કરશો તો તમારા ટાટીયા તોડી નાખીશ તેવી ધમકી આપતા ફરીયાદ કરી ન હતી.અને ગભરાઇને અમે મારા દીકરાને અમદાવાદ મારી દીકરી રેશ્માબેન પાસે મોકલી આપ્યો હતો.