અમે ચીન સિવાયના પડકારોમાં પણ ભારત સાથે ઊભા છે : માઇક પોમ્પિયો

નવી દિલ્હી (New Delhi):મંગળવારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાનો (foreign ministers) વચ્ચે ત્રીજી 2 + 2 બેઠક દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે થઈ. બંને દેશો વચ્ચેના મૂળભૂત વિનિમય અને સહકાર કરાર (The Indo-US Basic Exchange and Cooperation Agreement for Geo-Spatial Cooperation – BECA) પૂર્ણ થઈ ગયા છે. તેનાથી ભારત મિસાઇલ એટેક માટે યુ.એસ.ના વિશેષ  જિયો મેપનો ઉપયોગ કરી ઉપયોગ કરી શકશે, જે કોઈપણ ક્ષેત્રનું ચોક્કસ સ્થાન બતાવે છે, અને ભારતને સર્જકિલ સ્ટ્રાઇક જેવા ઓપરેશન્સ પાર પાડવામાં સફળતા મળશે.

અમે ચીન સિવાયના પડકારોમાં પણ ભારત સાથે ઊભા છે : માઇક પોમ્પિયો

યુ.એસ.ના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ (US secretary of state Mike Pompeo) કહ્યું હતુ કે, ‘આજે અમે યુદ્ધ મેમોરિયલ ગયા હતા. અમે ભારત માટે પોતાનો જીવ આપ્યો તે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આમાં 20 સૈનિકોનો સમાવેશ થાય છે જેમને ગાલવાનમાં (Galwan Valley) ચીન દ્વારા માર્યા ગયા હતા. ભારત તેની અખંડિતતા માટે જોખમો સામે લડી રહ્યું છે અને અમે ભારતની સાથે ઊભા છીએ.’.

અમે ચીન સિવાયના પડકારોમાં પણ ભારત સાથે ઊભા છે : માઇક પોમ્પિયો

ચીનને આડે હાથ લેતા પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ‘ચીની સામ્યવાદી પાર્ટી (Chinese Communist Party- CCP) દ્વારા ઊભા કરવામાં આવેલા માત્ર એટલા જ નહીં પરંતુ અમેરિકા અને ભારત તમામ પ્રકારના જોખમો સામે સહયોગ મજબૂત કરવા પગલાં લઈ રહ્યા છે. ગયા વર્ષે, અમે સાયબર મુદ્દાઓ પર અમારો સહયોગ વધાર્યો છે, અમારી નૌકાઓએ હિંદ મહાસાગરમાં સંયુક્ત કવાયત કરી છે.’.

અમે ચીન સિવાયના પડકારોમાં પણ ભારત સાથે ઊભા છે : માઇક પોમ્પિયો

પોમ્પિયોએ ચીનના શાસક પક્ષ પર કાયદાના શાસન અને પારદર્શિતાનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે, ‘અમારા નેતાઓ અને નાગરિકોને વધતી સ્પષ્ટતા દેખાઇ રહ્યુ છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને લોકશાહી, કાયદાના શાસન, પારદર્શિતા સાથે કોઇ લેવા દેવા નથી … મને એ કહેતા આનંદ થાય છે કે ભારત અને યુએસ બધા સામે સહકાર મજબૂત કરવા તમામ પગલાં લઈ રહ્યા છે.’.

અમે ચીન સિવાયના પડકારોમાં પણ ભારત સાથે ઊભા છે : માઇક પોમ્પિયો

સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને માર્ક એસ્પર (Mark Esper, United States Secretary of Defense) વચ્ચે હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. ભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત 2018માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. ત્યાર પછી ફરી આવી બેઠક યોજવાનું આયોજન ગયા વર્ષે ડિસેમ્બરમાં વૉશિંગ્ટનમાં થયું હતું. ભારત-અમેરિકા વચ્ચે 2+2 બેઠકમાં વિદેશ અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારીને લગતા કરારોને અંતિમ રૂપ અપાય છે.

Related Posts