મોડીરાત સુધી ફટાકડાના અવાજાએ શહેરના વાતાવરણ પ્રદુષિત કર્યું

 (પ્રતિનિધિ) વડોદરા, તા.૧૫ દિવાળી આવે એટલે ફટાકડાની મોસમ પુરબહારમાં આવે. પરંતુ આ વર્ષના કોરોનાના કારણે ફટાકડા ફોડવા પર પણ તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવ્યા હોય તેમ રાત્રીના આઠથી દસ કલાક સુધી જ ફટાકા ફોડવા છતાં પર્વને ઉજવવા માટે કાયદા કી ઐસી કી તૈસી કરવામાં આવી હોય તેમ મોડીરાત સુધી ફટાકડા ફુટવા અને અવાજાના કારણે વાતાવરણ પ્રદુષિત બનવા પામ્યું હોવાનું જાણવા મળેલ છે.

પ્રા વિગતો મુજબ હિંદુ સંસ્કૃતિ અનુસાર વિક્રમ સંવત વર્ષનું મહત્વ રહેવાપાતું હોય તેમ આવતીકાલથી વિક્રમ સંવત ૨૦૭૭ નો પ્રારંભ થવા પામશે. ત્યારે દિવાળીના પર્વ પર પરંપરાગત રીતે ફટાકડાની મોસમપુરબહારમાં આવતી હોયછે.

પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ફટાકડા ફોડવા પર તંત્ર દ્વારા કડક નિયમો લાદવામાં આવ્યા હોય તેમ રાત્રીના ૮ થી ૧૦ વગ્યા સુધી જ ફટાકડા અને તે પણ પોતાનાગૃહસ્થળ નજીક જ ફોડવાના નિયમ લાદવામાં આવ્યા છે તેમ છતાં દીપોત્સવી પર્વના વધામણા કરવાલોકો કાયદાની ઐસી કી તૈસી કરી રહયા હોય તેમ મોડીરાત સુધી ફટાકડા ફોડવા તથા તેના અવાજના કારણે વાતાવરણ પ્રદુષિત બનવા પામી રહયું છે ત્યારે હજુ કોરોનાના ગયો નથી તેની વચ્ચે વાતાવરણ પ્રદુષિત થવાના કારણે દિવાળી પર્વ બાદ કોરોનાનું સંક્રમણ વધવા પામે તેવા આસાર પણ જોવામાં આવી રહયાનું જાણવા મળેલ છે.

Related Posts