અનલોક-3: દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

ગાંધીનગર (Gandhinagar): દેશમાં આજે નવા સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. જેમાં નવા 11147 કેસો નોંધાયા છે. જયારે આંધ્રમાં 10,167, ત્રીજા ક્રમે કર્ણાટકમાં 6128 કેસો નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 12મા ક્રમે 1153 કેસ નોંધાયા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત કોરોના ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે.

અનલોક-3: દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

જેમાં શુક્રવારે રાજ્યમાં કુલ 26,704 ટેસ્ટ કરવામાં આવ્યા છે. શુક્રવારે નવા 1153 કેસ સામે 833 દર્દી સાજા થઈ ગયા છે. જેના પગલે રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 73.09 સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 64,777 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની તારીખે રાજ્યમાં 4,83,569 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અનલોક-3: દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

હાલમાં રાજ્યમાં 14090 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 81 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 14009 દર્દીની સ્થિતિ સ્થિર છે. શુક્રવારે વધુ 833 દર્દીને રજા આપવા સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 44,907 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

અનલોક-3: દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

અનલોક-3: દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી, હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસ.ઓ.પી. મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ૫મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.

Related Posts