આ દેશ વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે

કોરોના વાયરસે આખી દુનિયાનું તંત્ર ખોરવી નાંખ્યુ છે. એવામાં ભારત જેવા દેશોમાં શિયોળો આવતા અને અનલોક થતા હવા પ્રદુષણથી કોરોનાના કેસ વધી રહ્યા હોવાની વાત સામે આવી છે. જે વિશ્વએ નોંધી જ હશે. એ સિવાય પણ હવા પ્રદૂષણ એક એવો પડકાર છે, જેને દુનિયાના મોટા દેશોએ તાત્કાલિક ધોરણે સંબોધીને દેખીતા પરિણામો આવે એ નિર્ણયો લેવાની જરૂર પહેલા કરતા વધી છે. હવે આ વાત હકીકત બનતી હોય એવુ લાગી રહ્યુ છે.

આ દેશ વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન (British Prime Minister Boris Johnson) આ અઠવાડિયે યુકેમાં 2030 થી નવી પેટ્રોલ અને ડીઝલ કારોના વેચાણ પર પ્રતિબંધ જાહેર કરવાની યોજના ઘડી રહ્યા છે. લંડનના ફાઇનાન્સિયલ ટાઇમ્સે રજૂ કરેલા અહેવાલ મુજબ બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન અને તેમનું મંત્રીમંડળ 2035માં આ યોજના લાગુ પાડવાના હતા પણ હવે આ યોજના પાંચ વર્ષ પહેલા જ લાગુ કરવામાં આવશે.

આ દેશ વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના પ્રયત્નોના ભાગરૂપે બ્રિટને મૂળરૂપે 2040થી નવી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત કારોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની યોજના કરી હતી, અને ફેબ્રુઆરીમાં જોહ્ન્સનને તેને આગળ વધારીને 2035થી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે બ્રિટન હવે આ યોજના 2030થી જ લાગુ પાડશે. અજાણ્યા ઉદ્યોગ અને સરકારના આંકડાઓ ટાંકીને, એફટીએ જણાવ્યુ હતુ કે જોહ્ન્સને હવે પર્યાવરણ નીતિ અંગેના ભાષણમાં આગામી સપ્તાહે 2030ની તારીખ આગળ વધારવાનો વિચાર કર્યો છે.

આ દેશ વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે

એફટીએએ જણાવ્યું હતુ કે નવું સમયપત્રક કેટલીક હાઇબ્રિડ કારો પર લાગુ થવાની અપેક્ષા નહોતી, જે ઇલેક્ટ્રિક અને અશ્મિભૂત ઇંધણના પ્રોપલ્શનના મિશ્રણનો ઉપયોગ કરે છે અને 2035 સુધી વેચી શકાશે. નવી પેટ્રોલ અને ડીઝલ કારોના વેચાણનો અંત બ્રિટનના ઑટોમોટિવ માર્કેટમાં મોટો ફેરફાર લાવશે એ વાત નક્કી. ઉદ્યોગના આંકડા દર્શાવે છે કે હાલમાં બ્રિટનમાં કુલ કારમાંથી 73.6% કાર પેટ્રોલ અને ડીઝલ સંચાલિત છે. જ્યારે કુલ કારના માત્ર 5.5% કાર જ ઇલેક્ટ્રિક કે ઇકો ફ્રેન઼્લી કાર છે, જે સામાન્ય રીતે વધુ ખર્ચાળ છે.

Related Posts