વડોદરા: વડોદરા શહેરમાં સર્પાકારે વહેતી વિશ્વામિત્રીનદી કાંઠાના વિસ્તારોમાં ચોમાસાનું ઋતુ દરમિયાન મગરો નદીની બહાર નીકળી આવવાની ઘટના બનતી હોય છે. ગુરુવારે રાતના સમયે પ્રાણીઓને બચાવતી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસીડેન્ટ અરવિંદ પવારને બે શહેરના બે અલગ અલગ વિસ્તાર માં થી મગર અને એક અજગર દેખયાના કોલ આવ્યા હતા. ઉપરાંત શુક્રવારે સવાર પાદરાના જાસપુર ગામે પણ અજગરનું બચ્ચુ મળ્યું હોવાના કોલ આવ્યા હતા. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ રેસ્ક્યુ સંસ્થાના કાર્યકર્તાઓએ મગર અને અજગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા હતા.
શહેરમાં મગરો નીકળવાની ઘટના સામાન્ય થઈ છે. અને નાગરિકો પણ મગરોથી ટેવાઈ ગયા છે અને મગરો દેખાતા પ્રાણીઓ માટે કાર્યરત સંસ્થાઓને જાણ કરે છે. પ્રથમ ઘટનામાં શહેરના મકરપુરા જીઆઇડીસીમા આવેલી ગાયત્રી મેટલ કંપની માથી સાપ આવી ગયા હોવાનો રાત્રે કોલ આવ્યો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્યો કુરુણાલ ભાઈ અને હિતેશ પરમાર ને સ્થળ પર પહોચીને જોતા એક 6.5 ફુટ નો અજગર જોવા મળેલ હતો તે અજગર ને એક કલાક ની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી વનવિભાગ ને સુપ્રત કરેલ છે.
જ્યારે અન્ય ઘટનામાં રાત્રે જેલ રોડ પાસે ડોક્ટર્સ કવાટર્સ માં એક મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો.વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના અન્ય સભ્યો અરૂણ સૂર્યવંશી, કિરણ સપકાલ અને વિશાલ ને ઘટના સ્થળે પહોંહીનેમોકલી આપેલ હતા અને ત્યા સ્થળ પર પહોચી જોયુ તો એક 4.5 ફુટ નો (crocodile) મગર જોવા મળેલ હતો તે મગર અડધો કલાક ની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવયહI ને સહી સલામત વન વિભાગ ને સુપ્રત કરવામાં આવ્યો હતો.
અન્ય ઘટનામાં શુક્રવારે સવારે પાદરા તાલુકાના જાસપુર ગામથી પઢિયાર રાજેશભાઈ રામસિંહ ભાઈ નો કોલ આવ્યો હતો કે વાડા માં એક સાપ આવી ગયો છે તો આ કોલ મડતાની સાથે અ સંસ્થા વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ ના કાર્યકર રાકેશભાઈ જાદવ અને શૈલેષ સોલંકી અને સ્થડ પર જઈને જોયું તો એક અજગરનું બચ્યું જોવાં મળ્યું હતું જેને સંસ્થાના સભ્યોએ સહિ સલામત રેસ્કયુ કરીને પાદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મા જમા કરાવેલ છે. વન વિભાગ દ્વારા અજગર, બેબી અજગર અને મગરને તેમના નૈસર્ગીક વતાવરણમાં છોડી મુકવામાં આવ્યા હતા.