રાતે ઊંઘ નથી આવતી? તમને ઇન્સૉમ્નિઆ છે? તો આ નુસ્ખો ટ્રાય કરો !

તંદુરસ્તી છે તો લાઇફ છે અને લાઇફ છે તો મજા છે. એટલે જીવનમાં મજા જોતી હોય તો તંદુરસતી યાને કે હેલ્થ જાળવવી પડે. તબિયત સાચાવવાનો સીઞલ ફંડા છે કે તંદુરસ્ત રહો. આજકાલ કોરોના કાળમાં બધા તંદુરસ્ત રહેવા ઇચ્છે, પણ કેવી રીતે હેલ્ધી રહેવું? વાસ્તવમાં આપણે હેલ્ધી છીએ ખરા?

રાતે ઊંઘ નથી આવતી? તમને ઇન્સૉમ્નિઆ છે? તો આ નુસ્ખો ટ્રાય કરો !

આપણાં મનમાં વર્ષોથી એવો ખ્યાલ છે કે શરીર પાતળુ હોય કે ડાયેટ ફુડ ખાઇએ છીએ એટલે આપણે હેલ્ધી છીએ કે રહીશું. આ ખ્યાલ તદ્દન ખોટો છે એમ તો નહીં કહેવાય, પણ એ અર્ધ સત્ય છે. કારણ કે આપણે ભારતીય જીવનશૈલી કે પરંપરા તન અને મનની તંદુરસ્તી પર ભાર મૂકે છે. આયુર્વેદ કહે છે કે માણસે એવી દિનચર્યા કેળવવી જોઇએ જેથી કોઇ રોગના ભોગ આપણે બનીએ નહી. અથવા તો રોગનો ભોગ બનીએ તો જલ્દી સ્વસ્થ થઇ જઇએ. તન તંદુરસ્તી વિશે તો ઘણું કહેવાયું અને લખાયું છે. પણ આજે આપણે મનને સ્વસ્થ રાખવાની વાત કરીએ.
મનની તંદુરસ્તી માટે સૌથી મહત્વ છે ઊંઘ જેને ઘસઘસાટ ઊંઘ આવે છે તે અનિદ્રાથી પીડાતા લોકો કરતાં સ્વસ્થ જીવન જીવે છે. માનસિક રોગની શરુઆત અનિદ્રાથી થાય છે. કારણ કે મનને આપણે જોઇ નથી શકતા પણ એની માનસિક હાજરી આપણાં તન સાથે જોડાયેલી છે. આથી રાતે ઊંઘ નથી આવતી તો તેની સીધી અસર શરીર પર પડે અને તમે ધીરે ધીરે ઇન્સૉમ્નિઆનો ભોગ બનો છો. બહેતર છે કે તમે ચેતી જાઉં અને ઊંઘ આવે તેવા પ્રયત્ન કરો.
આજ સુધી તમને તમારા ડોકટરે ઊંઘ આવી જાય તેના માટે અનેક નુસ્ખા તમને કહ્યાં હશે કે તમે સાંભળ્યાં હશે. જેમ કે એક થી સો આંકડા ગણવા, પ્રાણાયામ કરવા, ઘીમું સંગીત સાંભળવું કે મનગમતું વાંચન કરવું. અફકોર્સ આ બધા વત્તા ઓછા અંશે ઉપયોગી નીવડે છે. પણ આજે આપણે એક તદ્દન નવા નુસ્ખા વિશે વાત કરવી છે. જે તદ્દન નવો છે અને બહુ આસન પણ છે.
સૌથી પહેલાં તો તમારા ગેજેટસને સાયલન્ટ મોડ પર મુકી દો. તમારા બેડ પર સુઇ જાવ. આંખ મીચીંને પડ્યા રહો. હવે સૌથી પહેલાં તમારા શરીરને મહેસુસ કરો. તમે અરીસામાં કેવા દેખાવ છો એ ભૂલી જાવ. બસ આજે આપણે સ્પર્શથી એને મહેસુસ કરવાનું છે. કારણ આપણું શરીર દુનિયા સામે આપણી એક પહેચાન છે. તન અને મન તંદુરસ્ત તો આદમી ભી તંદુરસ્ત!
સૌથી પ્રથમ આંગળીના ટેરવાથી તમારા વાળને સ્પર્શ કરો. તમારા વાળ લીસ્સા છે કે ખરબચડાં? વાળને ધોવાઓળવા ચોળવા સિવાય કદી પ્રેમથી સ્પર્શ કર્યો હતો? તમારો જવાબ હશે ના. વાળની મુલાયમતા પછી આગળ વધીને તમારા કપાળને અડકો. કપાળ પર કેટલી કરચલી છે તેને સ્પર્શીને અનુભવવાની કોશિશ કરો. તમારા કપાળની સ્કિન લીસ્સી છે કે ખરબચડી?
હવે નાક ને સ્પર્શ કરો. નાકની સુંવાળપને અનુભવ કરો. એની ધારને તિક્ષ્ણતાને માણો. હવે સહેજ ચહેરાની આજુબાજુ દ્વારપાળની જેમ બેઠેલાં તમારાં કાનને સ્પર્શો. કાન કદાચ આખા શરીરમાં સૌથી ઉપેક્ષિત અંગ છે. અને છતાં બીજા અંગો જેટલું કે તેથી વધુ મહત્વનું અંગ છે.
કાન પછી પાછા તમારાં ચહેરા પર આવો. આખા ચહેરાની શોભા સમાન તમારા ગાલને ટચ કરો. ગાલ પરનો તલ કે ફોલ્લીની અવગણવાને બદલે એને પંપાળો. તે પછી હોંઠ અને હડપચી પર અડકો. તમારી ડોક, ગળાંને અડકશો તેમાં રહેલી તમારી નસને અનુભવી શકશો.
આવી રીતે શરીરના દરેક અંગને ટચ કરો. તમારાં હૃદયના ધબકારાનો ઘડિયાળના કાંટા જેવો ટક ટક અવાજ પણ તમે સાંભળી શકશો. અંગૂઠાથી તમે તમારી આંગળીના ટેરવાને ટચ કરો. હવે જોજ મેજિક થશે ઇવન તમારી આંગળી પરની તમારી છાપ એટલે કે ફિંગર પ્રિન્ટની એક એક રેખાઓેને પણ તમે અનુભવ કરી શકો છો.

રાતે ઊંઘ નથી આવતી? તમને ઇન્સૉમ્નિઆ છે? તો આ નુસ્ખો ટ્રાય કરો !


ફંડા એ છે કે તમારે તમારા શરીર માટે સંવેદનશીલ બનવાનું છે. તમારા શરીર પરની રુંવાટીને પણ તમે સ્પર્શ કરવાથી ઓળખી શકો. આ બધુ આમ તો આપણું અજાગ્રત મન એટલે કે સબ કોન્સિયશ માઇન્ડમાં બધું સ્ટોર તો થતું જ હોય છે. પણ આ જાગરુક સ્પર્શ આપણી ચેતનાને નવજીવન આપે છે. જેના કારણે મન શાંત થાય છે. કહેવાની જરુર ખરી કે મન શાંત હોય તો જ ઊંઘ આવે?
હાથની આંગળીઓ પછી હવે ધીરે ધીરે તમારા પગના પંજા પર ધયાન આપો. પગના પંજાની ચાર આંગળીઓ અને એક અંગૂઠો છે તે સ્કૂલમાં ભણ્યા હતા, તે પછી આપણે તેને કેટલીવાર યાદ કરી છે?

પહેલાં તો સૌથી નાની આંગળીને હલાવો. તમને એમ થશે કે માત્ર એકલી ટચલી આંગળી તો હલતી હશે? પગનો પંજો તો આખો જ હલે ને! ના, તમારું શરીર છે તેનો તમે કેટલો ઉપયોગ કરી શકો તે તમારા પર નિર્ભર છે.
અંગૂઠા સહિત બધી આંગળીઓને વારાફરતી હલાવશો પછી પગના પંજા પોતે કંઇક વિશેષ મહત્વ ધરાવે છે તેનો તમારા પગને અહેસાસ થશે. ટૂંકમાં આખા શરીરને પંપાળવાનું છે. જીવનમાં બહુ વસ્તુ કે વ્યક્તિને આપણે ચાહતાં હોઇએ છીએ, પણ હવેથી તમારા શરીરને પણ ચાહતા શીખો.
શરીર પછી હવે તમે તમારાં વાતાવરણ પર ધ્યાન આપો. તમારા ઘરમાં કે પછી આજુબાજુમાંથી રાતની શાંતિમાં હજુ પણ કેટલાક એવા અવાજ હશે જેને તમારી જાણ બહાર તમારા કાન એની નોંધ લેતા હશે. તમે જે અવાજ સંભળાય છે તેમાં સૌથી નાનો અવાજ ક્યો છે? તમારા દિલની ધડકનનો? કે પછી દૂરથી ચહેકતાં કોઇ પંછીનો? કે પછી દિવાલ પર ટાંગેલી વોલ ક્લોકનો?
સૌથી મોટો અવાજ ક્ય છે તે સમજાવની કોશિશ કરો. સૌથી નાનો અવાજ ક્યાંથી આવે છે તે શોધી કાઢો.સૌથી છેલ્લે તમારાં માથાને હથેળીથી ધીરે ધીરે સ્પર્શ કરો. સ્કલ્પની ચામડી તમારી આંગળીથી અનુભવો.

ફંડા એ છે કે તમારા મનમાં ચાલતા. નક્કામા વીચારોથી મગજને દૂર રાખવુ. તમારું કોન્સિયસ માઇન્ડ તમારા સબ કોન્સિયશ માઇન્ડને સ્થિર કરશે આ સ્પર્શ મગજને સંદેશો પહોંચાડશે. મન શાંત થશે અને તમને ઊંઘ આવશે. ટ્રાય ઇટ.

Related Posts