પરિણામો સ્પષ્ટ થયા પછી પહેલી વખત ટ્રમ્પ બોલ્યા

અમેરિકામાં ચૂંટણી પરિણામો સ્પષ્ટ થયાના લગભગ એક સપ્તાહ પછી પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરી જેમાં તેમણે કહ્યું હતું કે હું રાષ્ટ્ર પ્રમુખપદે રહીશ કે નહીં તે સમય જ જણાવશે.

આમ તો મીડિયા સાથે ટ્રમ્પની આ વાતચીન કોરોનાવાયરસ અંગેની હતી પરંતુ આ દરમ્યાન ચૂંટણી પરિણામો અંગે પણ વાતચીત થઇ. ટ્રમ્પે કહ્યું કે હું પ્રમુખપદે રહીશ કે નહીં તે સમય જ જણાવશે. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કે ટ્રમ્પ અને તેમની પ્રચાર ટીમ મતદાન અને ગણતરીમાં ગોટાળાના આક્ષેપો કરીને કેસ નોંધાવી ચુકી છે. વિદેશ મંત્રી માઇક પોમ્પીઓએ પણ સોમવારે કહ્યું હતું કે ટ્રમ્પ પ્રમુખપદે ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે પહેલી વખત આ મુદ્દે નરમ વલણ અપનાવ્યું છે.

વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ફરીથી યુરોપ જેવું સખત લૉકડાઉન લાદવામાં નહીં આવે કારણ કે થોડા સપ્તાહમાં આપણી પાસે રસી હશે.

Related Posts