શહેરમાં સંક્રમણ વધતા મનપાએ ટેસ્ટિંગ વધારી દીધા

સુરત: (Surat) દિવાળી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને કોવિડની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ખાસ કરીને મનપા કમિશનરે (SMC Commissioner) અપીલ કરી છે કે, જ્યાં સુધી કોરોનાની દવા કે વેક્સીન નહીં આવે ત્યાં સુધી લોકો અચુકપણે માસ્ક પહેરે. કારણકે, માસ્ક કોરોનાની વેક્સીન જેવું જ કામ કરે છે. તેમ તેઓએ જણાવ્યું છે. ઘણા લોકો વાતચીત કરે ત્યારે માસ્ક ઉતારી દેતા હોય છે અને લોકો એકત્ર જમવા બેસે છે જેથી સંક્રમણ ફેલાવાની ભીતિ છે. જેથી મનપા કમિશનરે તમામ શહેરીજનોને માસ્ક (Mask) ફરજીયાત પહેરવા અપીલ કરી છે.

શહેરમાં સંક્રમણ વધતા મનપાએ ટેસ્ટિંગ વધારી દીધા

વધુમાં મનપા કમિશનરે શહેરીજનોને અપીલ કરી છે કે, દિવાળીની રજામાં બહાર ફરવા ગયેલા કે વતન ગયેલા લોકો પાછા સુરત ફરે ત્યારે સુરતમાં એન્ટ્રી પોઈન્ટ પર કોવિડનો ટેસ્ટ અચુક કરાવે. જે લોકો બહાર ફરવા ગયાં છે ત્યાં પણ કોઈ પ્રકારના લક્ષણ જોવા મળે તો નજીકના હેલ્થ સેન્ટર પર કોવિડ ટેસ્ટ અચુક કરાવવા માટેની અપીલ કરી છે. શહેરીજનો પોતાના સ્વાસ્થયને મોનીટરીંગ કરે તે માટે પણ જણાવાયું છે.

શહેરમાં સંક્રમણ વધતા મનપાએ ટેસ્ટિંગ વધારી દીધા

મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગની કામગીરી આક્રમક કરવામાં આવી
કમિશનરે જણાવ્યું હતું કે, કોવિડના તાત્કાલિક ટેસ્ટ કરવાથી કોવિડના દર્દીઓને ઝડપથી ઓળખી શકાય છે અને ચેપ ફેલાતો અટકે છે અને સારવાર પણ ત્વરિત મળી શકે છે. સુરતથી બહાર જે લોકો ફરવા કે વતન ગયાં છે તેઓ સુરત આવે ત્યારે સુરતના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ પોઈન્ટ મુકવામાં આવ્યા છે ત્યાં અચુક ટેસ્ટ કરાવે તે જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગની કામગીરી આક્રમક કરવામાં આવી છે. તેમાં લોકો પણ સહયોગ આપીને સામેથી ટેસ્ટ કરાવવા આવે તેવી પણ અપીલ કરી છે અને તંત્રને સહકાર આપવા માટે પણ મનપા કમિશનરે અપીલ કરી છે.

શહેરમાં માંડ આંશિકપણે કાબુમાં આવેલા કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. નવેમ્બર માસની શરૂઆતમાં શહેરમાં કોરોનાના પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં આંશિક ઘટાડો થયો હતો. પરંતુ દિવાળીના (Diwali) તહેવાર દરમિયાન શહેરમાં લોકોએ ખરીદી માટે તમામ ગાઈડલાઈનનો ભંગ કરતા જ શહેરમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું છે. જેથી હવે ફરીથી તંત્રની દોડધામ વધી છે. મનપા દ્વારા કોરોનાના સંક્રમણને નાથવા માટે સોમવારથી ફરીથી શરૂ થનારા ડાયમંડ તેમજ ટેક્સટાઈલ Diamond And Textile) માર્કેટમાં સર્વેલન્સ અને કોરોના ટેસ્ટ (Test) કરાવવા મનપા કમિશનરે સુચના આપી દીધી છે. તેમજ ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રમાં ટેસ્ટીંગ ટીમ વધારેમાં વધારે મુકવા મનપા કમિશનરે સુચના આપી છે.

Related Posts