રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી : જાણો નવુ લીસ્ટ

ગાંધીનગર: એક દિવસ અગાઉ ગુજરાતના નવા પોલીસ વડા તરીકે રાજય સરકાર (State Government) દ્વારા સિનિયર આઈપીએસ અધિકારી આશિષ ભાટિયા (Aashish Bhatia) ની રાજ્યના પોલીસ વડા (Chief of State Police) તરીકે નિમણૂંક કરવામાં આવ્યા બાદ ગઈકાલે રાત્રે 12ના ટકોરે રાજ્ય સરકારે 74 જેટલા આઈપીએસ અધિકારી (IPS officer)ઓની બદલીના આદેશ કર્યા હતા. જેમાં સુરત, અમદાવાદ અને વડોદરાના પોલીસ કમિશ્નર (Commissioner of Police)ની બદલીઓ કરીને તેમના સ્થાને નવા પોલીસ કમિશ્નરની નિમણૂંક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક રેન્જના અધિકારીઓની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે.

રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી : જાણો નવુ લીસ્ટ

ગઈરાત્રે 12 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ 74 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી માટે લીલી ઝંડી (Green Signal) આપી હતી. જેમાં 1987ની બેચના સિનિયર આઈપીએસ સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava)ની અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શ્રીવાસ્તવ રાજયના ઈટેલીજન્સ બ્યૂરો (Bureau of Intelligence)ના વડા તરીકે ફરજ બજાવતા હતા.

રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી : જાણો નવુ લીસ્ટ

સુરતમાં રાજય સરકારે 1989 બેચના સીનીયર આઈપીએસ અજયકુમાર તોમર (Ajaykumar Tomar) ની નિમણૂંક પોલીસ કમિશનર (Police Commissioner) તરીકે કરી છે. તોમર અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch in Ahmedabad)માં સ્પે. કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા. જયારે 1995ની બેચના આઈપીએસ સુરતના પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટ (R. B. Brahmbhatt)ની નિમણૂંક વડોદરાના પોલીસ કમિશનર તરીકે કરવામાં આવી છે.1997ની બેચના આઈપીએસ એવા વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gehlot)ની ગાંધીનગરમાં રાજયના ઈન્ટેલીજન્સ બ્યૂરો (Intelligence Bureau)ના વડા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જયારે 1985ની બેચના સિનિયર આઈપીએસ ટી એસ બિષ્ટની નિમણૂંક રાજયના સીઆઈડી ક્રાઈમના વડા તરીકે કરવામાં આવી છે.

રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી : જાણો નવુ લીસ્ટ

રાજય સરકારે ત્રણ મહાનગરોના પોલીસ કમિશનર ઉપરાંત એક ડઝન જેટલા એસપીની પણ બદલીઓ કરી છે. રેન્જમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા કે.જી. ભાટી (KG Bhati)ની અમદાવાદ રેન્જમાં, શશીકાન્ત ત્રિવેદી (Shashikant Trivedi)ની સીઆઈડી ક્રાઈમ (CID Crime)માં અને તેમના સ્થાને જે.આર. મોથલીય (JR Mothliya) ના નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરમાં ગૃહ સેક્રેટરી તરીકે નિપુર્ણા તોરવણેની નિમણૂં કરવામાં આવી છે.

રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી : જાણો નવુ લીસ્ટ

શુક્રવારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા (Shivanand Jha) સેવા નિવૃત્ત થતાં તેમના સ્થાને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા (Ashish Bhatia) ની રાજ્ય સરકારે શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ડીજીપીની વરણી કરવા અંગે આદેશ કર્યા હતા. તે પછી ત્વરિત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં ગાંધીનગરમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાજ્યના નવા પોલીસ વડા તરીકે 1985ની બેચના આઈપીએસ આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.

Related Posts