નવસારી જિલ્લામાં કોરોના સદી તરફ : વધુ 6 કેસ નોંધાયા, ગણદેવીમાં પ્રથમ કેસ નોંધાયો

નવસારી : નવસારી(Navsari) જિલ્લામાં કોરોના અટકવાનું નામ નથી લેતો. જેથી રવિવારે જિલ્લામાં વધુ 6 કેસ કોરોના પોઝિટિવના નોîધાતા આંકડો 97 પર પહોંચ્યો છે. જેમાં ચીખલી તાલુકામાં 2, વેસ્મા ગામે 1, ગણદેવી તાલુકામાં 1, વિજલપોર શહેરમાં 1 અને એરૂ ગામે 1 કેસ નોંધાયા છે. જ્યારે એક કોરોના દર્દી સાજો થયો છે. રાજ્ય સરકારે છુટછાટો આપ્યા બાદ નવસારી જિલ્લામાં કોરોનાનો(Corona) કહેર વધવા લાગ્યો છે. છતાં પણ લોકો કોરોનાના સંક્રમણથી બચવા તકેદારી રાખતા નથી અને સોશિયલ ડીસ્ટન્સિંગના ધજાગરા ઉડાડી રહ્યા છે. લોકડાઉનના(Lockdown) બીજા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓમાં (Corona Positive Patient) વધારો થતા 46 કેસો નોંધાવા સાથે જિલ્લામાં કુલ 97 કેસો નોંધાઈ ચુક્યા છે.

નવસારી જિલ્લામાં કોરોના સદી તરફ : વધુ 6 કેસ નોંધાયા, ગણદેવીમાં પ્રથમ કેસ નોંધાયો

રવિવારે ચીખલી તાલુકાના સમરોલી ગામે રહેતો ટેમ્પો ડ્રાઇવર અને સ્પંદન હોસ્પિટલના ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જલાલપોરના વેસ્મા સંદલપોર ગામે રહેતો યુવાન, ગણદેવી તાલુકાના કાદિપોર રોડ રોડ પર શિવમપાર્ક સોસાયટીમાં રહેતા અને સુરત આઇસીઆઇસીઆઇ બેંકનો યુવાન, વિજલપોરના આશાપુરી સોસાયટી સામે દયાલબાગમાં રહેતા આધેડ અને જલાલપોર તાલુકાના એરૂ ગામે મોટા ફળિયામાં રહેતા યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ નવસારી શાંતાદેવી રોડ પર રહેતા કોરોના પોઝિટિવ યુવાને કોરોનાને માત આપી સાજો થયો છે. હાલ જિલ્લામાં 42 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 52 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અનમે 3 દર્દીઓના મોત નિપજ્યા છે.

વિજલપોરના આધેડનું ઘર જ કન્ટેન્ટમેન્ટ ઝોન !
નવસારી : વિજલપોરની આશાપુરી સોસાયટી સામે દયાલબાગમાં રહેતા આધેડનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ તે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરવાને બદલે માત્ર તે આધેડના ઘરને જ સીલ કર્યુ છે. તે આધેડના ઘરની આજુબાજુ આવેલી દુકાનો પણ તંત્રએ બંધ નહિ કરાવતા વિજલપોર શહેરમાં કોરોનાનો વ્યાપ વધે તો નવાઇ નહિ.

નવસારી જિલ્લામાં કોરોના સદી તરફ : વધુ 6 કેસ નોંધાયા, ગણદેવીમાં પ્રથમ કેસ નોંધાયો

ગણદેવીમાં પ્રથમ કેસ નોંધાયો
ધનોરીનાકા (ગણદેવી) : ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોધાયો છે. શહેરના કાદીપર રોડ ઉપર આવેલા શિવમ પાર્ક સોસાયટીના સહજાનંદ કોમ્પલેક્ષમાં રહેતા 35 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ યુવાનને નવસારીની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવાન પુણા કુંભારીયા સુરતની આઇસીઆઈસીઆઇ બેંકમાં નોકરી કરે છે. આ યુવાનને તાવ આવતા ગણદેવીની દમણીયા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવાન જ્યાં રહે છે તે શિવમ પાર્ક સોસાયટીના સહજાનંદ કોમ્પલેક્ષના 65 રહીશોને કવોરનાટાઇન કરી વિસ્તારને બંધ કરી દેવાયો હતો

Related Posts