તિથલમાં પ્રવાસીઓ માસ્ક વગર ફરશે તો કડક કાર્યવાહી થશે: કલેકટર

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળતાં જિલ્લામાં આવેલા પ્રવાસન સ્‍થળોએ તેમજ તિથલ દરિયા કિનારે (Tithal beach) લોકોની ભારે ભીડ એકત્ર થવાના કિસ્‍સામાં કોરોના ફેલાવવાની સંભાવના જોતાં આ અંગે સંબંધિત અધિકારીઓને આદેશ કરવામાં આવ્‍યા હતાં. તેમ છતાં જાહેર સ્‍થળોએ મોટી સંખ્‍યામાં એકઠી થતી ભીડના કારણે કોરોના સંક્રમણની સંભાવનાને ધ્‍યાને રાખી સંબંધિત અધિકારીઓને કડકમાં કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્‍ટર (District Collector) આર.આર.રાવલે હુકમ કર્યો છે. કોવિડ-19નું સંક્રમણ વધે તે અંગે જવાબદારી નક્કી કરી અંગત લક્ષ લઇ કોવિડ-19ના સંક્રમણને રોકવા જરૂરી પગલાં લેવા તેમજ ચુસ્‍ત અમલવારી કરાવવા તેમણે જણાવ્‍યું છે. જાહેર સ્‍થળોએ ફરજિયાત માસ્ક (Mask) પહેરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાનું પણ તેમણે જણાવ્યું છે.

તિથલમાં પ્રવાસીઓ માસ્ક વગર ફરશે તો કડક કાર્યવાહી થશે: કલેકટર

ઉપરાંત ક્ષમતાથી વધુ વ્‍યક્‍તિઓ લઇ જતી રિક્ષા, ટેમ્‍પો અને ખાનગી વાહનો, દુકાનો, મોલમાં મોટી સંખ્‍યામાં એકત્ર થતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે તેમજ પ્રવાસન સ્‍થળો, પાર્ક, જાહેર સ્‍થળોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. હાઉસ-ટુ-હાઉસ સર્વે તથા કોવિડ-19ના લક્ષણો શોધવા વધુમાં વધુ ટેસ્‍ટિંગ કરવાની સાથે જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે કોવિડ-19ની માર્ગદર્શિકાનો ચુસ્‍તપણે અમલવારી કરાવવા સર્વે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી છે. હવે પછી આનો કોઇ પણ કિસ્‍સામાં ભંગ થતો જોવા મળશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્‍યું છે.

તિથલમાં પ્રવાસીઓ માસ્ક વગર ફરશે તો કડક કાર્યવાહી થશે: કલેકટર

દમણની તમામ નાની મોટી કોઇ પણ હોટલમાં રહેવા માટે જગ્યા નથી

બરોડાથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પર્યટકો માટે હોટ ફેવરીટ ગણાતા દમણમાં હાલના દિવાળીના ચાલી રહેલા તહેવારો અને રજાઓના દિવસોને લઈ પર્યટકોનો જમાવડો મોટી દમણ જામપોર દરિયા કિનારે તથા દેવકા દરિયા કિનારે જોવા મળ્યો હતો. જ્યાં પર્યટકો દરિયા કિનારાના રમણીય નજારા સાથે વિવિધ વોટર સ્પોર્ટ્સ રાઈડ્સ, પેરાગ્લાઈડીંગ, તથા અન્ય મોજમસ્તીનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતાં. એટલું જ નહીં પરંતુ ખાવા પીવાના શોખીનોને લઈ પ્રદેશની તમામ નાની મોટી હોટલો અને બાર એન્ડ રેસ્ટોરન્ટ પણ ફૂલ થઈ જતાં છેલ્લા 8 મહિનાથી મૃતપાય બનેલા હોટલ ઉદ્યોગોમાં નવા પ્રાણ ફૂંકાવા પામ્યા હતા. જ્યારે શહેરનાં મધ્યમાં આવેલ દૂબઈ માર્કેટ તથા દેવકાનું કપડા માર્કેટમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળતા દુકાનદારો પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. પરંતુ આ તમામ વચ્ચે ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈ કોઈપણ જગ્યાએ લોકો શોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોય એવું નજરે પડ્યું ન હતું.

Related Posts