કોરોનાના કહેર વચ્ચે પણ દમણમાં સહેલાણીઓ ઉભરાયા, સંક્રમણ વધવાની ભીતિ

કોરોના મહામારીને લઈ દેશભરમાં માર્ચ-2019 થી લોકડાઉનની (Lockdown) સ્થિતિ સર્જાવા પામી હતી. જેને લઈ લોકોએ મહીનાઓ સુધી ઘરમાં ગોંધાય રહેવાની નોબત આવી હતી. જેને લઈ મોજમસ્તી કરતા અને વિવિધ જગ્યાએ હરવા ફરવા જતા લોકો માટે આ લોકડાઉન એક જેલની સજા પાત્ર બનવા પામ્યું હતું. ત્યારે અનલોકના (Unlock) તબક્કાવાર ચાલેલા ચરણ બાદ ધીમે ધીમે ધંધારોજગારની સાથે લોકોની ચહેલ પહેલ ફરવા લાયક સ્થળો પર પણ જોવા મળી હતી. ત્યારે બરોડાથી લઈ દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરત, નવસારી, વલસાડ અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પર્યટકો માટે હોટ ફેવરીટ ગણાતા દમણમાં હાલના દિવાળીના ચાલી રહેલા તહેવારો અને રજાઓના દિવસોને લઈ પર્યટકોનો જમાવડો મોટી દમણ જામપોર દરિયા કિનારે તથા દેવકા દરિયા કિનારે જોવા મળ્યો હતો. જ્યાં પર્યટકો દરિયા કિનારાના રમણીય નજારા સાથે વિવિધ વોટર સ્પોર્ટ્સ રાઈડ્સ, પેરાગ્લાઈડીંગ, તથા અન્ય મોજમસ્તીનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતાં.

કોરોનાના કહેર વચ્ચે પણ દમણમાં સહેલાણીઓ ઉભરાયા, સંક્રમણ વધવાની ભીતિ

ખાવા પીવાના શોખીનોને લઈ પ્રદેશની તમામ નાની મોટી હોટલો અને બાર એન્ડ રેસ્ટોરન્ટ પણ ફૂલ થઈ જતાં છેલ્લા 8 મહિનાથી મૃતપાય બનેલા હોટલ ઉદ્યોગોમાં નવા પ્રાણ ફૂંકાવા પામ્યા હતા. જ્યારે શહેરનાં મધ્યમાં આવેલ દૂબઈ માર્કેટ તથા દેવકાનું કપડા માર્કેટમાં પણ મોટી સંખ્યામાં પર્યટકો જોવા મળતા દુકાનદારો પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. પરંતુ આ તમામ વચ્ચે ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈ કોઈપણ જગ્યાએ લોકો શોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોય એવું નજરે પડ્યું ન હતું.

કોરોનાના કહેર વચ્ચે પણ દમણમાં સહેલાણીઓ ઉભરાયા, સંક્રમણ વધવાની ભીતિ

દમણમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી આવતા પર્યટકોને લઈ કોરોનાના કેસ વધવાની શક્યતાઓ
દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજની રજાઓ હોવાને લઈ ઠેકઠેકાણેથી મોટી સંખ્યામાં પર્યટકો દમણમાં ઉમટી ખાણી-પીણી અને મોજ મસ્તીનો આનંદ ઉઠાવી રહ્યા છે. જેને લઈને પ્રદેશમાં ટ્રાફીકની સમસ્યાઓ પણ મોડી સાંજ બાદ વર્તાય રહી છે. આ તમામ વચ્ચે ચાલી રહેલ કોરોનાની મહામારીની કોઈપણ પ્રકારની ગંભીરતા ન દાખવી જાણે કોરોના છે જ નહીં એ પ્રમાણે લોકો બિન્દાસપણે દરિયા કિનારે હરતા ફરતા જોવા મળ્યા હતા. જ્યારે અમુક લોકો તો, વગર માસ્કે કોરોનાને આમંત્રણ આપતા હોય એ પ્રમાણે ફરતા જોવા મળ્યા હતા. ત્યારે પ્રદેશમાં અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકોને લઈ આગામી દિવસોમાં પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થાય એવી શક્યતાઓ વર્તાય રહી છે.

કોરોનાના કહેર વચ્ચે પણ દમણમાં સહેલાણીઓ ઉભરાયા, સંક્રમણ વધવાની ભીતિ
Mumbai Municipal Hospital Dr’s medical team inspect a man in slum area in Mumbai, where government found suspected cases. THE WEEK Picture by Amey Mansabdar (Print/OnLine) 06/04/2020

દમણમાં ફરી કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો, બે દિવસમાં 7 પોઝિટિવ

સંઘ પ્રદેશ દમણમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ સ્વાસ્થય વિભાગમાં ચિંતા વ્યાપી જવા પામી છે. દમણમાં ગુરૂવારનાં રોજ વધુ 2 કેસ જ્યારે બુધવારનાં રોજ એક સાથે 5 જેટલા કેસ નોંધાતા હાલ દમણમાં કોરોનાના 15 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. આજરોજ એક પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ન હતી. અત્યાર સુધીમાં 1340 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજવા પામ્યું હતું. આજરોજ વધુ એક નવા કન્ટેનમેન્ટ ઝોનનો વધારો થયો છે. જેમાં વરકુંડના રમણભાઈની ચાલનો સમાવેશ થવા પામ્યો છે. ત્યારે દૂનેઠાના 3, દેવકાના 1, વરકુંડનો 1, નાની દમણ પાલિકા વિસ્તારનો 1 તથા મોટી દમણ પાલિકા વિસ્તારના 1 મળી હાલ દમણમાં 7 જેટલા કન્ટેનમેન્ટ ઝોન જાહેર થવા પામ્યા છે.

Related Posts