સુરતમાં નવા 185 કેસ સાથે કુલ આંકડો 5430 પર પહોંચ્યો, મૃતકોની સંખ્યા 165

સુરત : (Surat) સુરત શહેરમાં સોમવારે વધુ 185 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 5430 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 5 લોકોના મોત નોંધાતા મોતનો આંકડો 165 થયો છે. સુરતમાં હવે દરરોજ દોઢસોથી વધુ કેસો નોંધાવા માંડ્યા છે ત્યારે હવે તંત્રમાં ફફડાટ વધ્યો છે. બીજી તરફ કેસોની સંખ્યા વધવા છતાં લોકોમાં કોરોના(Corona) પ્રત્યેનો ડર ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ સાથે લોકો માસ્ક(Mask) પહેરવાનું પણ ટાળી રહ્યાં હોય અને ફક્ત પોલીસના ડરને કારણે માસ્ક પહેરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કતારગામ ઝોનમાં સોમવારે પણ સૌથી વધુ 54 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી આ વિસ્તારમાં કુલ 1175 કેસ નોંધાયા છે.

સુરતમાં નવા 185 કેસ સાથે કુલ આંકડો 5430 પર પહોંચ્યો, મૃતકોની સંખ્યા 165

સુરત શહેરમાં સોમવાર સાંજ સુધીમાં 185 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી મોટાભાગના કેસ કતારગામ અને વરાછા ઝોનમાં નોંધાયા છે. કતારગામમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા હતા. વરાછા-એ માં 26 તથા વરાછા-બીમાં 26 કેસ નોંધાયા છે. જ્યારે સોમવારે સેન્ટ્રલ ઝોનમાં 22 કેસ નોંધાયા હતાં. રાંદેર ઝોનમાં 20, લિંબાયતમાં 15, ઉધના ઝોનમાં 5 અને અઠવા ઝોનમાં 17 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં કતારગામ ઝોનમાં 1175 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેને કારણે તંત્ર ચિંતામાં મુકાયું છે. આ વિસ્તારમાં શહેરનાં અન્ય વિસ્તારોની સરખામણીમાં ઝડપથી કેસ વધી રહ્યા છે. ખાસ કરીને હીરા શ્રમિકોમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. કતારગામ ઝોનમાં કોરોનાથી થનાર મોતનો આંકડો પણ શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ ઉંચો છે. કતારગામ બાદ લિંબાયતમાં 975, સેન્ટ્રલ ઝોનમાં 562, વરાછા-એ માં 537, વરાછા-બી માં 312, રાંદેરમાં 329, ઉધનામાં 406 અને અઠવા ઝોનમાં અત્યાર સુધી 234 પોઝિટિવ કેસ નોંધાયા છે.

સુરતમાં નવા 185 કેસ સાથે કુલ આંકડો 5430 પર પહોંચ્યો, મૃતકોની સંખ્યા 165

નવા 32 કેસ સાથે જિલ્લામાં કુલ દર્દીઓનો આંક 525 થયો

સુરતમાં શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. આજ રોજ જિલ્લામાં નોંધાયેલા નવા 32 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંક 525 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 1 મરણ નોંધાતા કુલ મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. આજે નવા 31 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને 15 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ જિલ્લામાં દાખલ કુલ દર્દીઓની સંખ્યા 234 છે.

29 જૂનના રોજ નોંધાયેલા કેસ

1) ચોર્યાસી – 3
2) ઓલપાડ – 6
3)કામરેજ – 15
4) પલસાણા -1
5) બારડોલી -3
6) મહુવા -2
7) માંડવી -1
8)માંગરોળ -1

ચોર્યાસી તાલુકામાં નોંધાયેલા કેસની વિગત
1) 35 વર્ષ, પુરુષ, સચિન
2) 48 વર્ષ, પુરુષ, પારડી
3)38 વર્ષ, પુરુષ, કનકપુર

Related Posts