મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ

નવી દિલ્હી : કોરોના (Covid-19)નાં પ્રથમ વાર 50 હજારથી વધુ કેસો 30 જુલાઈનાં અંતે નોંધવામાં આવ્યો હતો અને કોરોનાના 50 હજારનો આ આંકડો સ્થિર થઈ ગયો છે. 7 જુલાઈ શુક્રવારનાં જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં પ્રથમ વાર કોરોના (Corona Virus)નાં 60 હજારથી વધુ કેસો નોંધાયા હતા તેની સરખામણીમાં આજે પણ 60 હજારથી ઉપર કેસો નોંધાયા છે. ગત 24 કલાકમાં દેશમાં કુલ 61537 કેસો (Corona Cases) નોંધાયા હતા જ્યારે 48900 કોરોનાના દર્દી (Corona’s patient) ઓ રિકવર થયા હતા. ગત રોજ કોરોના સંક્રમણનાં કારણે દેશમાં 933 લોકોનાં મોત થયા હતા.

મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ

દેશમાં કોરોનાનાં અત્યાર સુધીનાં કુલ આંકડા, મોત , રિકવર થયેલા દર્દીઓ (Recovered patients) અને એક્ટિવ કેસો દેશમાં અત્યાર સુધી કુલ 20 લાખ 88 હજાર 611 કેસો નોંધાઈ ચૂક્યા છે. આ કોરોનાનો આંકડો રવિવારનાં આંકડા મુજબ 21 લાખને વટાવી ચૂક્યો હશે. દેશમાં કુલ 14 લાખ 27 હજાર 005 લોકો કોરોનાને માત આપવામાં સફળ (Succeeded in beating Corona) રહ્યા છે તો દેશમાં અત્યાર સુધી કુલ 42518 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો (Total active cases of corona) ની વાત કરીએ તો 6 લાખ 19 હજાર 088 નોંધાયેલ છે.

મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ

મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કોરોના મહાકાળ

મહારાષ્ટ્ર (Maharashtra)માં 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા 10483 અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 10171 છે જે બીજા રાજ્યોની સરખામણીમાં ખુબ વધુ છે. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 10906 દર્દીઓ રિકવર (Patients recover) થયા છે જે નોંધાયેલા કેસોની સરખામણીમાં 100 ટકા દર્દીઓ રિકવર થયા છે જ્યારે ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 300 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસો 1 લાખ 45 હજાર 889 છે જે રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોથી પણ વધુ છે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં ગત 24 કલાકમાં કુલ 7594 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 89 લોકો કોરોનાના ભોગ બન્યા છે. આંધ્રમાં કુલ 52759 એક્ટિવ કેસો (Active cases) નોંધાયેલ છે.

દેશમાં બીજા રાજ્યમાં નોંધાયેલ કેસો

મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ


તમિલનાડુમાં ગત 24 કલાકમાં 5880 કેસો, કર્ણાટકમાં 6670, દિલ્હીમાં 1192, પશ્રિમ બંગાલમાં 2912, તેલંગાનામાં 2256, બિહારમાં 3516, ગુજરાતમાં 1069, આસામમાં 2679, રાજસ્થાનમાં 1161, ઓડિસામાં 1833, હરિયાણામાં 751, મધ્ય પ્રદેશમાં 734, કેરેલામાં 1251, જમ્મુ-કશ્મીરમાં 473, પંજાબમાં 1039, ઝારખંડમાં 709, છત્તીસગઢમાં 476, ઉત્તરાખંડમાં 349 અને ગોવામાં 333 કેસો નોંધાયા છે.

દેશમાં ગત 24 કલાકમાં થયેલાં મોત

મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ

તમિલનાડુમાં ગત 24 કલાકમાં 119 મોત, કર્ણાટકમાં 101, દિલ્હીમાં 23, ઉત્તર પ્રદેશમાં 63, પશ્રિમ બંગાલમાં 52, તેલંગાનામાં 14, બિહારમાં 6, ગુજરાતમાં 22, આસામમાં 6, રાજસ્થાનમાં 10, ઓડિસામાં 12, હરિયાણામાં 9, મધ્ય પ્રદેશમાં 16, કેરેલામાં 5, જમ્મુ-કશ્મીરમાં 13, પંજાબમાં 22, ઝારખંડમાં 14, છત્તીસગઢમાં 10, ઉત્તરાખંડમાં 14 અને ગોવામાં 4 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે.


કોરોના કેસોની દ્રષ્ટિએ દેશ ત્રીજા સ્થાને

મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ
  1. વૈશ્વિક મહામારી કોરોના (Corona Epidemic)નું એપિસેન્ટર અમેરિકા (US) છે જ્યાં કુલ 50 લાખ 95 હજાર 524 કેસો નોંધાયા છે જ્યારે 26 લાખ 16 હજાર 967 લોકો સાજા થયા છે. અમેરિકામાં અત્યાર સુધી કુલ 1 લાખ 64 હજાર 094 લોકોનાં કોરોનાથી મોત થયા છે જ્યારે કુલ એક્ટિવ કેસનો આંકડો 23 લાખ 14 હજાર 463 છે.
  1. બ્રાઝિલ (Brazil) કોરોનાની દ્રષ્ટિએ બીજો સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ છે જ્યા અત્યાર સુધી કુલ 29 લાખ 67 હજાર 064 કોરોના કેસો નોંધાયેલા છે જ્યારે 20 લાખ 68 હજાર 394 દર્દીઓ રિકવર થયા છે અને કુલ 99 લાખ 702 દર્દીઓનાં મોત થયા છે. બ્રાઝિલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખ 98 હજાર 968 છે.
મહારાષ્ટ્રનાં કુલ એક્ટિવ કેસો, દિલ્હીના કોરોના કેસો કરતા વધુ, જાણો આજની અપડેટ
  1. ભારત (India) વિશ્વમાં કોરોનાની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે જો કે દેશમાં બંને દેશોની સરખામણીમાં મૃત્યુઆંક ઘણો નીચો છે. દેશમાં અત્યાર સુધી કુલ 20 લાખ 88 હજાર 611 કેસો નોંધાયા છે જ્યારે 14 લાખ 27 હજાર 669 દર્દીઓ સાજા થયા છે અને 42578 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6 લાખ 18 હજાર 364 છે.

Related Posts