સ્મીમેરના ડૉકટર અને નવી સિવિલના સ્ટાફ સહિત 10ને કોરોના

સુરત (Surat) : શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ (Corona Positive cases) કેસમાં નવી સિવિલ (New Civil Covid Hospital, Surat) , સ્મીમેર (SMIMER Hospital Surat) તેમજ ખાનગી હોસ્પિટલ (Private Hospital) ના તબીબ (Doctor) , નર્સ (nurse) તેમજ અન્ય સ્ટાફ કર્મીઓ મોટા પ્રમાણમાં કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.

સ્મીમેરના ડૉકટર અને નવી સિવિલના સ્ટાફ સહિત 10ને કોરોના

શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સ્મીમેરના 3 તબીબ સાથે કુલ 10 સ્ટાફકર્મી કોરોનામાં સપડાયા હતા, જેમાં સ્મીમેરના કમ્પાઉન્ડર, 4 સ્ટાફ નર્સ, અને 2 સફાઈ કામદાર ચપેટમાં આવ્યા હતા. તેમજ નવી સિવિલના નર્સ અને આયા અને ખાનગી હોસ્પિટલના તબીબ, નર્સ, મહાવીર હોસ્પિટલના હાઉસ કિપર (house keeper of Mahavir hospital, Surat tested positive) કોરોનાની ચપેટમાં આવ્યા હતા.

સ્મીમેરના ડૉકટર અને નવી સિવિલના સ્ટાફ સહિત 10ને કોરોના

દરરોજ નોંધાતાં પોઝિટિવ કેસની યાદીમાં ખાનગી ક્ષેત્રના કર્ચચારીઓ પણ સપડાઈ રહ્યા છે. શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં અઠવા ઝોનમાં ખાનગી ડ્રાઈવર, કન્સ્ટ્રક્શન વર્કર, રિક્ષાચાલક, વોચમેન, રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટર, 2 દુકાનદાર, ફાઈનાન્સ જોબ કરનાર, કતારગામ ઝોનમાં એક શ્રમિક, વરાછા-બી ઝોનમાં દુકાનદાર, જમીન દલાલ, લિંબાયત ઝોનમાં કાર્ટિંગ એજન્ટ, વરાછા-એ ઝોનમાં ટેક્સ્ટાઈલ બ્રોકર, શ્રમિક, ખાનગી એન્જિનિયર, સેન્ટ્રલ ઝોનમાં કેદી, સ્ટેશનરી દુકાનદાર તેમજ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 2 તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 લોકો કોરોનામાં સપડાયા હતા.

સ્મીમેરના ડૉકટર અને નવી સિવિલના સ્ટાફ સહિત 10ને કોરોના

મનપાના એન્જિનિયર, સફાઈ કામદાર, નર્સને પણ સંક્રમણ

સ્મીમેરના ડૉકટર અને નવી સિવિલના સ્ટાફ સહિત 10ને કોરોના

કોરોનાના સંક્રમણમાં મનપાના કર્મચારીઓ પણ વઘુ ને વધુ સપડાઈ રહ્યા છે. શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં રાંદેર ઝોનના મનપાના સફાઈ કામદાર, કતારગામ ઝોનમાં એક સફાઈ કામદાર, મનપાની શાળાના શિક્ષક, સરથાણા અર્બન હેલ્થ સેન્ટરના વોર્ડબોય, ઉધના ઝોનમાં પ્રાઈમરી હેલ્થ વર્કર, સેન્ટ્રલ ઝોનના એન્જિનિયર કોરોનામાં સપડાયા હતા.

Related Posts