પેટ્રોલ-ડીઝલ દરમાં વધારાનો આજે 21મો દિવસ, દિલ્હીમાં સતત ચોથા દિવસે ડીઝલનો ભાવ હાઈ

દિલ્હી(Delhi) : પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)નાં લગાતાર ભાવ(Price) વધારાનો આજે 21મો દિવસ છે. 24 જૂને(June) દેશમાં પ્રથમ વખત ડીઝલે પેટ્રોલનાં ભાવને પાછળ છોડી એક રેકોર્ડ(Record) કાયમ કર્યો હતો. તે આજે પણ બદલાયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં ડિઝલ સતત ચોથા દિવસે પણ પેટ્રોલ કરતા મોંઘુ છે. 21 પૈસાનાં વધારા સાથે પેટ્રોલનો આજનો ભાવ 80.38 રૂપિયા પ્રતિ લીટર અને 25 પૈસાનાં વધારા ડીઝલ 80.40 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. દેશમાં વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જૂદા-જૂદા છે. પેટ્રોલ આજે 25 પૈસા અને ડીઝલમાં 21 રૂપિયા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. ડીઝલમાં 24 જૂનથી આજ સુધી 1 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે, જેના કારણે સતત ચોથા દિવસે ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘુ છે.

પેટ્રોલ-ડીઝલ દરમાં વધારાનો આજે 21મો દિવસ, દિલ્હીમાં સતત ચોથા દિવસે ડીઝલનો ભાવ હાઈ

તમામ રાજ્યોમાં વેટનાં દર જૂદા-જૂદા હોવાનો લીધે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ જૂદા-જૂદા છે, જણાવી દઈએ કે કોરોના મહામારી પર નિયત્રંણ મેળવવા સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે દેશમાં ક્રુડ ઓઈલની માંગ ઘટી હતી. જેના લીધે ઓઈલ કંપનીઓને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. સરકારે પણ ઓઈલ કંપની પર એક્સાઈસ ડ્યૂટી વધારી તો તેને સરભર કરવા ઓઈલ કંપનીઓ દ્વારા લગાતાર 7 જૂનથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરી રહ્યાં છે. અને આજે લગાતાર 21માં દિવસે પણ વધારો નોંધાયો છે.

પેટ્રોલ-ડીઝલ દરમાં વધારાનો આજે 21મો દિવસ, દિલ્હીમાં સતત ચોથા દિવસે ડીઝલનો ભાવ હાઈ

એવામાં કોંગ્રેસ પાર્ટી પણ મોદી સરકારને સવાલોનાં ધેરામાં લેવા કોઈ કમી નથી કરી રહ્યું. કોંગ્રેસ તરફથી પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયેલ વધારાનાં કારણે કોરોના વાયરસ જેવી સમસ્યા ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરીને ભાવ વધારા સમક્ષ દેશભરમાં વિરોધ પ્રદશન કરશે.

બીજી તરફ આજે દેશમાં પેટ્રોલનાં સૌથી વધુ ભાવ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રનાં ઓૈરંગાબાદમાં આજે પેટ્રોલ +0.24 પૈસાનાં વધારા સાથે 88.22 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 87.14 પર પહોંચી ગયો છે. તેવી જ રીતે શહેરમાં ડીઝલનો ભાવ રૂપિયા 78.71 પર પહોંચી ગયો છે.

પેટ્રોલ-ડીઝલ દરમાં વધારાનો આજે 21મો દિવસ, દિલ્હીમાં સતત ચોથા દિવસે ડીઝલનો ભાવ હાઈ

ગુજરાત રાજ્યનાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેરમાં પેટ્રોલનાં ભાવની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલ +0.20 પૈસાના વધારા સાથે 77.52 પ્ર. લીટર, અમદાવાદમાં +0.24 પૈસાનાં વધારા સાથે 77.86 પ્ર. લીટર, વડોદરામાં +0.20 પૈસાનાં વધારા સાથે 77.30 પ્ર. લીટર અને રાજકોટમાં +0.24 પૈસાના વધારા સાથે 77.66 પ્ર. લીટરનો ભાવ છે. સુરતમાં ડીઝલ +0.17 વધારા સાથે 77.44, અમદાવાદમાં +0.20 વધારા સાથે 77.72, વડોદરામાં +0.17 સાથે 77.20 અને રાજકોટમાં +0.21 વધારા સાથે 77.54 પ્રતિ લીટરનો ભાવ છે. જોકે ચારેય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધુ અંતર નથી.

Related Posts