નવ વર્ષને આવકારવા આણંદ પંથકમાં વ્યાપ્યો ઉત્સાહ : મોડીરાત સુધી બજારો ધમધમ્યા, સોશીયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડ્યા

(પ્રતિનિધિ) આણંદ, તા.૧૫ આવતીકાલે વિક્રમ સંવત ૨૦૭૭ને આવકારવા આણંદ પંથકમાં ઉત્સાહ વ્યાપવા પામી રહયો હોય તેમ ગત મોડીરાત સુધી શહેરના બજારો ધમધમતા વેપારીઓમાં પણ આનંદોલ્લાસ વ્યાપવા પામ્યો હતો. પરંતુ ઉમટેલી ભીડના કારણે સોશીયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડવા પામતા નજરે ચઢયા હતા.

પ્રા વિગતો અનુસાર વિક્રમ સંવત ૨૦૭ ના અંતીમ તબક્કામાં કોરોનાની મહામારીએ સહુને હચમચાવી  મુકયા હતા અને છે વર્તમાન સમયમાં પણ કોરોના પોતાના પગ પ્રસરાવી રહયું છે તેમ છતાં ગત ૨૪ માર્ચથી કોરોનાના કારણે વેપાર રોજગાર ઠપ થઈ જવા પામ્યા બાદ આ સમગાલા દરમિયાન આવેલ તહેવારોની ઉજવણી પર પણ રોક લગાવવામાં આવતા વાતાવરણ નિસ્તીજ બનવા પામ્યું હતું.

પરંતુ વિક્રમ સંવત વર્ષના આખરી માસની આખરી સાહમાં શરૂ થતા દિવાળી પર્વને આવકારવા કોરોનાની મહામારી વચ્ચે પણ પ્રજામાં ઉત્સાહ વ્યાપવા પામ્યો હોય તેમ આવતીકાલથી શરૂ થતા વિક્ર સંવત ૨૦૭૭ને આવકારવા આણંદ પંથકમાં ઉત્સાહ વ્યાપવા પામ્યો હોય તેમ ગતરોજના દિવાળીથી મહરાત્રીએ મોડીરાત સુધી શહેરના બજારો ધમધમતા રહેવા પામતા વેપારીઓમાં પણ આનંદોલ્લાસ વ્યાપવા પામ્યો હતો તો બીજીબાજુ મોડીરાત સુધી બજારોમાં ઉમટેલી ભીડના કારણે સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડવા પામ્યા હતા.

જો કે તહેવારને પગલે મોડીરાત સુધી બજારોમાં ઉમટેલ ભીડના પગલે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

Related Posts