Gujarat

અમદાવાદમાં અત્યાધુનિક આર્ટ પ્રોડકટ એન્જીનિયરિંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

આઇ.ટી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવશે.
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સંદિપ પટેલ અને આઇ.બી.એમ. સોફટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માની ગાંધીનગરમાં યોજાયેલી ફળદાયી મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે આ જાહેરાત કરી હતી.

સીએમ રૂપાણીએ આઇ.બી.એમ.ના આ સેન્ટરની જાહેરાતને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મુખ્યમંત્રી હતા ત્યારથી જ પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે એફ.ડી.આઇ અને આઇ.ટી સેકટર સહિતના ટેકનોલોજી સેકટરના ઇન્વેસ્ટમેન્ટ માટે એક હેલ્ધી અને ફ્રેન્ડલી વાતાવરણ બન્યું છે. એટલું જ નહિ, ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટિઝની શરૂઆત તથા આઇક્રિયેટ, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ પણ વધ્યો છે અને યુવાઓને અદ્યતન જ્ઞાન-સંશોધન અવસર મળી રહ્યાં છે. આ બધાના પરિણામે ગુજરાતમાં સ્કિલ્ડ મેનપાવર અને વિપુલ ટેલેન્ટપૂલ ઉપલબ્ધ છે તેનો લાભ આઇ.બી.એમ. ને મળશે.

આઇ.બી.એમ-ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સંદિપ પટેલે કહ્યું હતું કે ગુજરાત ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના નવતર અભિગમ સાથે વિકાસના નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે તે સંજોગોમાં આઇ.બી.એમ ગુજરાતના ડિજિટલ મિશનમાં યોગદાન આપવા ઉત્સુકતા છે. આઇ.બી.એમ. સોફટવેર લેબ વૈશ્વિક કક્ષાના ઇનોવેશન સેન્ટર તરીકે નેકસ્ટ જનરેશન સોફટવેર પોર્ટફોલિયો અને કલાઉડ સર્વિસ પૂરી પાડે છે. આવી સોફટવેર લેબ બેંગાલુરૂ, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઇમાં અત્યારે કાર્યરત છે હવે, અમદાવાદમાં પણ તે સ્થાપવાનું આયોજન આઇ.બી.એમ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડકટ એન્જિનિયરિંગ અને સોફટવેર મેન્યૂફેકચરિંગ સેકટરની વર્લ્ડ બેસ્ટ પ્રેકટીસીસ ગુજરાતમાં લાવવાની નેમ આઇ.બી.એમઇન્ડિયાના એમ.ડી એ દર્શાવી હતી.

Most Popular

To Top