જીવનમાં સફળતા શિખરે પહોંચવું હોય તો ‘એક પ્રયત્ન’ કરવું જ જોઈએ

એક ખેડૂત(Farmer) હતો. તેની પાસે બહુ ખેતીની જમીન હતી.પ્રાણીઓ તેને બહુ ગમતાં એટલે તેને બળદની સાથે ગાય,ભેંસ,કૂતરો,સસલું વગેરે પ્રાણીઓ પાળ્યાં હતાં.તે બધાની દેખભાળ કરતો.એક દિવસ ખેતરમાં હમણાં જ કાપણી થઈ ગઈ હોવાથી,નવા પાકની વાવણી કરવા માટે ખેતર ખેડવાને હજી સમય હતો એટલે ખેડૂતે વિચાર્યું, ‘આજે કંઇક રમત રમીએ.’ ખેડૂતે પોતાના મોટા ખેતરમાં ઠેર ઠેર નાના નાના બહુ ઊંડા નહિ તેવા ખાડા ખોદ્યા અને પછી તેણે એક ખાડામાં એક ગાજર(Carrot) અને એક હાડકું(Bone) છુપાડી દીધું.પછી તે પોતાના સસલા અને કૂતરા(Rabbit and Dog)ને ખેતરમાં લઈ આવ્યો અને કહ્યું કે, ‘જુઓ, આ ખેતરમાં જેટલા ખાડા છે તેમાંથી એક ખાડામાં ગાજર અને હાડકું છે, જાઓ, જઈને શોધો, જે પહેલાં ગોતી લેશે તે વિજેતા ગણાશે.

જીવનમાં સફળતા શિખરે પહોંચવું હોય તો ‘એક પ્રયત્ન’ કરવું જ જોઈએ

સસલું ઉત્સાહી અને આશાવાદી(Enthusiastic and optimistic) અને ચતુર હતું અને આળસુ પણ ન હતું.તેણે તરત ખેતરમાં નજર દોડાવી. જોયું તો અનેક ખાડા ખોદેલા હતા.તેણે મનમાં નક્કી કર્યું કે પોતે એક જ દિશામાં આગળ વધશે અને જે ખાડામાં જોઈ લેશે ત્યાં ખાડા પાસે એક પાંદડું મૂકી દેશે જેથી ફરી ફરી એકના એક ખાડા પાછળ સમય ન બગડે. સસલું હાથમાં પાંદડાં લઇ એક પછી એક ખાડો તપાસવા લાગ્યું અને જે ખાડો તપાસાઈ જાય ત્યાં પાંદડું મૂકવા લાગ્યું.શરૂઆતમાં બધા ખાડા ખાલી જ નીકળ્યા, પણ સસલાએ આશા ન છોડી. તે ઉત્સાહથી આગળ વધતું ગયું. આ બાજુ કૂતરો આળસુ અને નિરાશાવાદી(Lazy and Pessimistic) અને આરામપ્રિય હતો.ખેડૂતે ગાજર અને હાડકું શોધવાની રમત કહી એટલે તરત તેણે વિચાર્યું કે આટલા મોટા ખેતરમાં તો અનેક ખાડા બનાવ્યા છે, કોણ આટલા બધા ખાડા તપાસે.

જીવનમાં સફળતા શિખરે પહોંચવું હોય તો ‘એક પ્રયત્ન’ કરવું જ જોઈએ

તેણે આમતેમ નજીકના થોડા ઘણા ખાડામાં જોયું.પછી તેને જ ખબર ન પડી કે તેણે ક્યા ખાડા તપાસ્યા છે, કયા નહિ, એટલે કંટાળીને એક ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો.આ બાજુ સસલાએ લગભગ બધા ખાડા તપાસી લીધા,ક્યાંય ગાજર કે હાડકું મળ્યાં નહીં.પણ તે હિંમત ન હાર્યું.તેણે જોયું કે કૂતરો જ્યાં સૂતો હતો તેની આજુબાજુના બે ત્રણ ખાડા તપાસવાના બાકી છે.સસલું ત્યાં ગયું અને જ્યાં કૂતરો સૂતો હતો બરાબર તેની બાજુના ખાડામાંથી તેને ગાજર અને હાડકું મળી ગયાં.સતત અટક્યા વિના વ્યવસ્થિત પ્રયત્નો ચાલુ રાખવાને કારણે સસલું જીતી ગયું અને આળસને લીધે કૂતરો હારી ગયો.

જીવનમાં સફળતા શિખરે પહોંચવું હોય તો ‘એક પ્રયત્ન’ કરવું જ જોઈએ

કૂતરાએ પહેલેથી જ હાર સ્વીકારી હતી કે આટલા મોટા ખેતરમાં આટલા બધા ખાડામાં હાડકું અને ગાજર કઈ રીતે શોધવાં.કૂતરાના નિરાશાવાદી વિચારે તેને હાર અને સસલાના આશાવાદી વિચારે અને મહેનતે તેને જીત અપાવી.આપણે ઘણી વાર નિરાશાવાદી વિચારોને લીધે મુશ્કેલીઓથી દૂર ભાગીએ છીએ,પ્રયત્ન કરવાથી જ ડરીએ છીએ અને હારી જઈએ છીએ.પણ બની શકે કે તેનો ઉપાય આપણી આજુબાજુ જ કયાંક હોય.માત્ર આશા અને ઉત્સાહ સાથે વ્યવસ્થિત પ્રયત્નો કરવાની જરૂર હોય.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts