આ ટીવી કલાકારને ડાયાલિસિસ માટે આથિૅક સહાયની જરુર છે

કોરોનાની મહામારીને કારણે થયેલા દેશવ્યાપી લોકડાઉને ભલ-ભલાના ખિસ્સા ખાલી કરી નાંખ્યા છે.સરકારે અત્યાર સુધી કામદાર વગૅ, ઉધોગો, ખેડૂતો બધા જ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે, સિવાય કે દેશના ‘ફ્રી લાન્સરસૅ’. આપણા દેશમાં 1 કરોડથી વધારે ફ્રી લાન્સરસૅ છે. આ એવા લોકો છે જે કામ અનુસાર ભથ્થુ મેળવે છે. કલકારો, કન્ટેન્ટ રાઇટસૅ, ગાયકો વગેરે આ યાદીમાં આવે છે. દેશમાં ટેલિવિઝન અને ફિલ્મના ઘણા લોકોએ લોકડાઉનના કારણે આથિૅક તાણની ફરિયાદ કરી છે. એવામાં ભારતીય ટીવી સિરિયલોમાં કામ માટે જાણીતા અભિનેતા આશિષ રોયને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.એક ફેસબુક પોસ્ટમાં, આશિષે દાખલ કરવામાં આવતાં પહેલાં નાણાંકીય મદદની વિનંતી કરી છે.તેણે લખ્યુ છે કે તે ગંભીર રીતે બીમાર છે.’હું આઈસીયુમાં છું… ખૂબ બીમાર છું. ડાયાલિસિસ, ડાયાલિસિસ માટે તાત્કાલિક પૈસાની જરૂર છે.’

ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (આઈએફટીડીએ) ના પ્રમુખ આશોક પંડિત, આશિષ રોયના ફેસબુક પર પૂછયુ હતુ કે,જ્યાં ડાયાલિસિસ થઈ રહી છે તે હોસ્પિટલ કઇ છે? તેની વિગતો જાણવા માગીશું.ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે આશિષ રોયને આર્થિક મદદ કરનાર લેખક-દિગ્દર્શક વિંતા નંદાએ પણ ફેસબુક પર પૂછ્યું કે તેઓ ક્યાં છે. ફેસબુક પર કોનિકા હાલ્ડર નામના ફેસબુક યુઝરે આશિષ રોયના બેંક એકાઉન્ટની વિગતો ફેન્સને પૂછતા જવાબમાં પોસ્ટ કરી હતી. ફિલ્મ નિર્માતા બિજોય નામ્બિયારે પણ તે ખાતામાં ફાળો આપ્યો હતો અને લખ્યુ હતુ કે,’થઈ ગયું. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. કૃપા કરીને અમને સમાચાર આપતા રહેજો.’

ફિલ્મ નિર્માતા હંસલ મહેતા મંગળવારે ટ્વિટર પર ગયા હતા અને ફિલ્મ સંસ્થાઓને આશિષ રોયને આર્થિક સહાય આપવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે,’અભિનેતા આશિષ રોય (બોન્ડ) ડાયાલીસીસ માટે આઈસીયુમાં છે. અને ગંભીર રીતે બીમાર છે. તેમણે ફેસબુક પર આર્થિક મદદની અપીલ કરી છે. હું મદદ કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છું. શું ઉદ્યોગ સંગઠનો પણ બીમાર અભિનેતાને મદદ કરી શકે છે? ‘

ગયા વર્ષે જાન્યુઆરીમાં આશિષ રોયને હ્રદય હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ઓગસ્ટમાં આશિષ રોયનું બ્રેઇન ક્લોટ માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું.આશિષ રોયે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફરગોટન હીરો’, ‘હોમ ડિલિવરી’ અને ‘એમપી 3: મેરા પહેલા પહેલા પ્યાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ‘રીમિક્સ’, ‘મેરે એંગ્ને મેં’ અને ‘મિસ્ટર એન્ડ મિસીસ શમૉ અલ્હાબાદવાલે’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે.

Related Posts