તમારા માટે આ સ્માર્ટફોન બેસ્ટ રહેશે

મસાલા ટેક : આજે વાત કરીએ આ સ્માર્ટફોનની જે રિઅલમાં જોરદાર મોબાઈલ છે. વાત કરી રહ્યા છીએ Realme 7 સ્માર્ટફોનની જેને ગત મહિને ભારતમાં Realme 7 Pro સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આજે આ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન (Specification)ની પહેલા વાત કરીએ કારણ કે મને ખબર છે કે તમને મોબાઈલમાં કેમેરો (Camera), બેટરી બેકઅપ (Battery backup) અને સ્ટોરેજ તથા લુક (Storage and look) વિશેની માહિતી અને સૌથી મહત્વની વાત કિંમતની તો એ આજે આપણે પહેલા જાણીશુ. કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરો સેટઅપ (Rear camera setup) કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય કેમેરો 64 મેગાપિક્સલનો સોની IMC682 સેન્સર છે જેમાં અપર્ચર f/1.8 છે તો બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈટ લેન્સ (Ultra white lens of megapixels), ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ અને ચોથો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

તમારા માટે આ સ્માર્ટફોન બેસ્ટ રહેશે

તમને થતુ હશે કે કેમેરો દમદાર લાગી રહ્યો છે પરંતુ ફોનની કિંમત કેટલી છે તો આગળ ખબર પડી જ જશે પરંતુ તેના સ્પેસિફિકેશનની વાત કરીએ તો રિઅલમી 7માં એન્ડ્રોઈય 10 આધારિત રિઅલમી UI મળશે. સાથે ફોનમાં 6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે (HD Plus display) આપવામાં આવી છે જેનો રીઝલ્યુશન 1080*2400 પિક્સલ છે. ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યુ છે. ફોનમાં મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર છે જેમાં સાથે ગ્રાફિક માટે ARM Mali-G76 MC4 GPU મળશે.

તમારા માટે આ સ્માર્ટફોન બેસ્ટ રહેશે

મોબાઈલ બે વેરિએન્ટમાં મળશે જેમાં 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ આપવામાં આવશે અને બંને ફોનની કિંમત જૂદી જૂદી છે. 6 જીબી રેમ વાળા ફોનની કિંમત 14999 તો 8 જીબી રેમ વાળા ફોનની કિંમત 16999 છે જેમાં 2 હજારનો ડિફ્રેન્સ આવી રહ્યો છે. પરંતુ જો તમને સ્ટોરેજની વધુ જરૂર નથી તો તમે 6 જીબી રેમ વાળા ફોનને પસંદ કરી શકો છે અને સ્ટોરેજ જરૂરી છે અને તમે પિક્ચર્સ ક્લિક કરવાના શોખિન છો તો તમે 8 જીબી રેમ સાથે જઈ શકો છે. સામાન્ય રીતે તમને જણાવુ તો 6 જીબી રેમ કોઈ પણ સ્માર્ટ ફોન માટે ખુબ થઈ ગઈ એટલે જો તમને સ્ટોરેજની જરૂર નથી તો તમે આંખ મિચીને 6 + 64 જીબી સ્ટોરેજ વાળા મોબાઈલને પસંદ કરી શકો છો. આ ફોનમાં બેટરી 5000mAhની છે જે 30wનાં ડર્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે સિવાય 4G VoLTE, વાઈફાઈ, બ્લૂટૂથ v5.0, જીપીએસ/એજીપીએસ અને યૂએસબી ટાઈપ સી પોર્ટ મળશે. ફોનમાં પાવર બટનમાં ફિંગરપ્રિંટ સેન્સર છે.

Related Posts