વડીલો કે મિત્રોને ગિફ્ટ આપવા માંગતા હોવ તો આ સ્માર્ટફોન બેસ્ટ

મસાલા ટેક : આજે યુવાનો પાસે ફીચર પેક સ્માર્ટ ફોન (Feature pack smart phone) જોવા મળે છે, યુવાનો તથા યુઝર્સ એવા સ્માર્ટફોન વધુ પસંદ કરે છે જેમાં જોરદાર કેમેરો હોય, બેટરી લાંબી ચાલે, સ્ટોરેજ વધુ હોય, ડિસ્પ્લે મોટી હોય તથા લુક જોરદાર હોય અને આ તમામ સ્માર્ટ ફોન 10 હજારની ઉપરની કિંમતમાં મળી રહે છે. પરંતુ તમે તમારા પરિવારનાં કોઈ સભ્યને જોરદાર લુક ધરાવતો સ્માર્ટ ફોન આપવા ઇચ્છતા છો અને તેમાં આ તમામ ફેસેલિટિ મળી જાય તો તમને 10 હજારનાં બજેટને પાર જવાની કોઈ જરૂરત નથી.

આ ફોનમાં કેમેરો, ડિસ્પ્લે, બેટરી, રેમ અને પ્રોસેસર શું હશે અને કેવા હશે તેની ચિંતા તો છોડી જ દો કારણ કે આટલા બજેટમાં આ સ્માર્ટફોન તમારી મોટી મોટી જરૂરીયાતોને પહોંચી વળવા માટે પુરતી છે. ફોનની વાત કરીએ તો આ Realme C11 સ્માર્ટફોન છે જેની કિંમત માત્ર 8000 હજાર છે પરંતુ ફીચર એવા કે બીજા ફોનની સરખામણીમાં પાછળ નહીં પડે. સ્ક્રીનની (Display) વાત કરીએ તો 6.6 ઇંચ (720*1560)ની મોટી ડિસ્પ્લે છે. જેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ (Android operating system) છે.

મીડિયાટેક હેલીયો G35 (MediaTek Helio G35) તથા Octa core પ્રોસેસર (Octa core processor) આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલ છે. બે કેમેરા ફોનમાં આપવામાં આવેલા છે એક ફ્રન્ટમાં અને એક પાછળ, ફ્રંટ કેમેરા (Front camera) ની વાત કરીએ તો આગળ 5 મેગાપિક્સલનો કેમેરો છે જે સારી એવી ક્વાલિટીનાં પિક્ચર ક્લીક કરવામાં તમારી મદદ કરશે. તે સિવાય 13 + 2 નાં રિયર કેમેરા આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલા છે. બે જીબી રેમ અને બેટરીની વાત કરીએ તો 5000 mAhની બેટરી છે જે લગભગ બે દિવસ સૂધી તમે પોતાના સ્માર્ટ ફોનને વાપરી શકશો.

ઘરનાં કોઈ વડીલ કે મિત્રને તમે ગિફ્ટ આપવા માંગો છે કે તથા તમે પોતે પણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ નથી કરતા અને 10 હજારનાં નીચે વાળા બજેટમાં કોઈ ફોન લેવા માંગો છો તો અમે તમારા માટે લઈ આવ્યા છે 10000 હજાર નહીં, 9000 હજાર પણ નહીં પરંતુ માત્ર 8000ની બજેટમાં ફીચરપેક સ્માર્ટ ફોન જેનાં આકર્ષક લુક અને મોડી સ્ક્રીન તમને આ ફોનથી ધ્યાન ભટકવા નહીં દેશે.

Related Posts