કાનપુર એન્કાઉન્ટર: શહીદ દેવેન્દ્ર મિશ્રાની ઓડિયો ક્લીપથી થયો આ મોટો ખુલાસો

કાનપુર : ગેંગસ્ટર વિકાસ દૂબે(Vikas Dubey)એ શુક્રવારે પોલીસ(Police) પર અંધાધૂધ ફાયરિંગ(Indiscriminate Firing) કર્યુ હતુ. જેમાં 8 પોલીસનાં જવાનો શહીદ(Shahid) થયા હતાં. પોલીસનાં જવાનો વિકાસની ધરપકડ(Arrested) કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ વિકાસ દૂબેને આ વાતની માહિતી(Information) પોલીસ જવાનોમાંથી કોઈએ તેને આપી હતી. દૂબેએ પોલીસનાં આવવા પહેલા તૈયારી કરીને ઘાત લગાવી પોલીસનાં જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

કાનપુર એન્કાઉન્ટર: શહીદ દેવેન્દ્ર મિશ્રાની ઓડિયો ક્લીપથી થયો આ મોટો ખુલાસો

પોલીસ પ્રશાસને તેને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. પોલીસ તંત્ર દ્વારા તેની ધરપકડ માટે પહેલા 50 હજાર, 1 લાખ અને હવે ઈનામી રકમ વધારીને 2.50 લાખ કરવામાં આવી છે. તેની તપાસ કરવા પોલીસની 60થી વધુ ટીમ લાગી છે. ફરાર થયેલા વિકાસ દૂબેને લઈને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે કે પોલીસનાં અમુક કર્મીઓ બહાર માહિતી લીક કરતા હતાં. હાલ લખનઉનાં આઈ.જીએ એ.એસ.પીની તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી છે. કાનપુરમાં બિલ્લોરનાં શહીદ સી.ઓ દેવેન્દ્ર મિશ્રાનાં મોબાઈલથી ઓડિયો ક્લીપ મળી છે જેમાં તેમણે ચૌબેપુરનાં ઈન્સપેક્ટર વિનય તિવારીની ફરિયાદ એસ.એસ.પી અનંત દેવથી કરી હતી છતા અનંત દેવે કોઈ પણ એક્શન લીધુ નહી.

કાનપુર એન્કાઉન્ટર: શહીદ દેવેન્દ્ર મિશ્રાની ઓડિયો ક્લીપથી થયો આ મોટો ખુલાસો

આ ઓડિયો સીઓ દેવેન્દ્ર મિશ્રાની દીકરી વૈષ્ણવી મિશ્રએ વર્તમાન એસએસપી દિનેશ કુમારને મોકલી હતી. ક્લિપમાં સામે આવ્યું છે કે જેમાં શહીદ સીઓ એએસપીને જણાવી રહ્યાં છે કે ઈન્સપેક્ટર વિનય તિવારી તેમની વાત માનતા નથી. જણાવી દઈએ કે વિનય તિવારીને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કાનપુર શૂટઆઉટમાં શહીદ સી.ઓ. દેવેન્દ્ર મિશ્રાએ ચૌબેપુરનાં સસ્પેન્ડેટ ઈન્સપેક્ટર વિનય તિવારી સામે આઠ પ્રારંભિક તપાસની રીપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શહીદ સી.ઓ. દેવેન્દ્ર મિશ્રાએ વિનય તિવારીને ભ્રષ્ટ ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે વિનય વિકાસ દૂબે પર કોઈ પણ પ્રકારનું એક્શન લઈ રહ્યા નથી.

કાનપુર એન્કાઉન્ટર: શહીદ દેવેન્દ્ર મિશ્રાની ઓડિયો ક્લીપથી થયો આ મોટો ખુલાસો

આઈ.જી મોહિત અગ્રવાલે જણાવ્યું છે કે ઘટનાનાં એક દિવસ પહેલાં વિકાસ દૂબેએ ચૌબેપુરનાં ઇન્સ્પેકટર વિનય તિવારી પર રાઈફલ મુકી હતી. આ વાત તેમણે અમારાથી સંતાવીને રાખી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહીદ સી.ઓ. દેવેન્દ્ર મિશ્રાએ 13 માર્ચે ચાર મહિના પહેલા પત્ર લખ્યો હતો. તેમણે કાનપુરના તત્કાલીન એસએસપી અનંત દેવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં દેવેન્દ્ર મિશ્રાએ લખ્યું છે કે વિકાસ દુબે પર આશરે 150 જેટલા ગંભીર કેસ નોંધાયેલા છે. 13 માર્ચે આ જ વિકાસ દુબે વિરુદ્ધ ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો હતો, જેની સામે આઈપીસીની કલમ 386 હેઠળ નોંધવામાં આવી હતી. મામલો વિસ્તરણનો હતો. તેમાં દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને તે બિનજામીનપાત્ર ગુનો છે.

કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેની શોધમાં પોલીસ તેની તપાસ આગળ ધપાવી રહી છે. વિકાસ દુબેના મદદગાર તરીકે 200 જેટલા પોલીસકર્મીઓ શંકાના દાયરામાં છે. આ પોલીસકર્મીઓ ચૌબપુર, બિલ્હાર, કાકવાન પોલીસ સ્ટેશનના છે. દરમિયાન શહીદ અધિકારી દેવેન્દ્ર મિશ્રાના ફરિયાદ પત્રની તપાસ કાનપુર ઝોનના એડીજી પાસેથી લેવામાં આવી છે. હવે આઈજી લખનઉ લક્ષ્મી સિંહ આ સમગ્ર મામલાની તપાસ કરશે. આ ફરિયાદ પત્ર શહીદ સી.ઓ દ્વારા તત્કાલિન એસએસપી અનંત દેવને ચૌબપુરના એસઓ વિનય તિવારી સામે લખ્યો હતો.

Related Posts