આ દવા કોવિડ-19 સામે રક્ષણ આપી શકે છે

ન્યૂયોર્ક (New York): કોરોનાથી વૈશ્વિક સ્તરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,50,766 કેસ નોંધાયા હતા. આ પ્રથમ વખત છે કે એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પૉઝિટિવ કેસ નોંધાયા હતા આ પહેલાં સૌથી વધુ કેસ 8 ઑક્ટોબરના રોજ સામે આવ્યા હતા.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વભરમાં રેકોર્ડ 3.50 લાખ દૈનિક કોરોના વાયરસ કેસનો અહેવાલ નોંધ્યો છે. આ જ સમયગાળામાં 5808 દર્દીઓનાં મૃત્યુ પણ થયાં છે. નવા કેસોમાં સૌથી વધુ યુરોપથી 1,09,000 કેસ નોંધાયા છે. બ્રિટિશ વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનો પ્રકોપ દર અઠવાડિયે બમણો થઈ રહ્યો છે. વધી રહેલા કેસોના કારમે સ્પેને મેડ્રિડમાં કટોકટીની સ્થિતિની જાહેરાત કરી છે જ્યારે ફ્રાન્સના હૉસ્પિટલોમાં આઈસીયુ બેડની અછત થવા લાગી છે.

A coronavirus vaccine is in the works—but it won't emerge overnight | Hub

એવામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને (American President Donald Trump) જે અપાઇ હતી તે પ્રયોગાત્મક એન્ટિબોડી કોકટેલ (antibody cocktail) કોરોના વાયરસના (Corona Virus) ચેપ સામે લાભદાયી પૂરવાર થઇ શકે છે, એમ એનિમલ મોડેલ્સમાં (animal models) કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાયું છે જે આ થેરાપીની અસરકારકતાના વધુ પુરાવાઓ પુરા પાડે છે.

US backs Sanofi's 'fast-track' coronavirus vaccine - PMLiVE

જ્યારે અગાઉના અભ્યાસોએ દર્શાવ્યું હતું કે બે એન્ટિબોડીઝનું કોકટેઇલ એવી આ દવા કોરોનાવાયરસના સ્પાઇક પ્રોટીનને નિશાન બનાવે છે અને તે આ પેથોજીનને ન્યુટ્રલાઇઝ્ડ (neutralized) કરી નાખવા ઉપયોગી બની શકે છે ત્યારે અમેરિકી બાયોટેકનોલોજી કંપની રિજનરોનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ ફોર્મ્યુલાની અસરકારકતા ચકાસવા માટે હજી એકથી વધુ એનિમલ મોડેલોમાં વધુ સંશોધનોની જરૂર છે. મકાકુ પ્રજાતિના વાંદરાને વાયરસનો ચેપ લગાડવામાં આવે તેના ત્રણ દિવસ પહેલા આ દવા તેમને આપવામાં આવી હતી અને જણાયું હતું કે આ દવાએ ચેપ લાગતો સંપૂર્ણ અટકાવી દીધો હતો. હેમસ્ટર નામના એક ઉંદર જેવા પ્રાણીમાં પણ આ દવા ફેફસામાં વાયરલ લોડ નોંધપાત્ર ઘટાડતી જણાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મિલિટરી હોસ્પિટલમાં હાલમાં સારવાર વખતે આ કોકટેઇલ અપાઇ હતી.

New survey: One in five Norwegians would refuse to take corona vaccine -  Norway Today

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, ‘હું ઇચ્છું છું કે દરેકને તે જ દવા મળે જે તમારા પ્રમુખને મળી છે કારણ કે હું ઘણુ સારુ અનુભવું છું. મને સંપૂર્ણ તંદુરસ્તી જેવું અનુભવાય છે. આથી, હું વિચારું છું કે મને આ વાયરસ લાગ્યો તે ઇશ્વર તરફથી આશીર્વાદ છે.’. આ એક છૂપો આશીર્વાદ હતો એમ ટ્રમ્પે એક વીડિયો મેસેજમાં જણાવ્યું હતું. મિલેટ્રરી હૉસ્પિટલમાંથી રજા અપાયા બાદ વ્હાઇટ હાઉસમાં (White House) પાછા ફરેલા ટ્રમ્પે ઓવલ ઑફિસની બહાર રોઝ ગાર્ડનમાં (rose garden) ઊભા રહીને બોલતા પોતે ઝડપથી સાજા થયા તે બાબતને રિજનરોન ડ્રગ (Regeneron) તથા અન્ય સારવાર સાથે સાંકળી હતી. પોતાને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો તે બાબતને છૂપા આશીર્વાદ (blessing in disguise) સમાન ગણાવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના દેશવાસીઓને જણાવ્યું હતું કે તેઓ પણ એ જ દવા મેળવશે જેનાથી પોતે સાજા થયા છે.

Related Posts