સુરતમાં પોલીસો જવાનોને કરાઈ આ સહાય

સમગ્ર દેશમાં છેલ્લા 2 મહિનાથી લોકડાઉન લાગુ છે. અને દેશભરમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે દિવસ-રાત પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે. ત્યારે સુરત શહેરમાં પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સુરત પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અને સુરત પોલીસ માટે સુરતની યુથ ફોર ગુજરાત સંસ્થા આગળ આવી છે. અને સુરતના ટીઆરબી જવાનો અને સુરત પોલીસ માટે માસ્ક અને સેનીટાઈઝર આપવામાં આવ્યા છે.

સુરત પોલિસ, ટી.આર.બીનાં જવાનો માટે યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ જીજ્ઞેશભાઇ પાટીલ અને ટીમ દ્વારા 60,000 માસ્ક અને 6,000 સેનેટાઇઝર આજે સુરત પોલિસ કમિશ્નરને આપવાામં આવ્યા હતા. સુરત શહેરમાં છેલ્લા 2 મહિનાથી લોકડાઉન લાગુ કરાયું છે. ત્યારે સુરત શહેર પોલીસ ખડે પગે ફરજ બજાવી રહી છે. સુરત શહેરમાં તમામ બ્રીજ પાસે, ચાર રસ્તા પર પોલીસ દિવસ-રાત ફરજ બજાવી રહી છે. અને સુરત શહેરમાં લોકડાઉનનું પાલન કરરાવી રહી છે. ત્યારે સુરત પોલીસની સલામતી પણ ખુબ જ જરૂરી છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ જ્યારે ફરજ બજાવી રહ્યા છે ત્યારે શહેર સલામત છે. જેથી ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તેઓની સલામતી અર્થે આજે તેઓ માટે યુથ ફોર ગુજરાત સંસ્થાએ માસ્ક અને સેનીટાઈઝર આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. અને ગુજરાતમાં પણ સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરતમાં નોંધાયા છે. પરંતુ લોકડાઉન 4.0 માં ઘણી છુટછાટો આપવામાં આવી છે. જે માટે ખાસ કન્ટેનમેન્ટ અને નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. અને કન્ટેનમેન્ટ ઝોનમાં ખાસ છુટછાટ નથી. અને આ વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જે માટે સુરત પોલીસ ફરજ બજાવી રહી છે. સુરતમાં જે વિસ્તારોમાં કેસો વધુ છે તેવા કન્ટેનમેન્ટ ઝોનમાં ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવાનું હોવા છતાં લોકો બહાર નીકળી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 60 દિવસથી લોકડાઉન હતું. જેથી તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. અને હવે લોકડાઉન 4.0 માં નોન-કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ઘણી છુટછાટ આપવામાં આવી છે. નોન-કન્ટેનમેન્ટ વિસ્તારોમાં દુકાનો, ઓફિસો, શોપીંગ કોમ્પલેક્સ ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જે માટે સવારે 8 થી 4 વાગ્યાનો સમય દરમિયાન જ કામકાજ કરવા માટે જણાવાયું છે. તેમ છતાં ઘણા વિસ્તારોમાં લોકો મોડી સાંજ સુધી દુકાન ખુ્લ્લી રાખી રહ્યા છે. જે માટે તંત્ર અને પોલીસ કડક નજર રાખી રહી છે

Related Posts