SMC એ પ્રોજેક્ટ સાઈટ પર કરી આ વસ્તુઓ ફરજીયાત

સુરતમાં લોકડાઉન 4.0 માં નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં કામકાજ માટે છુટછાટ આપવામાં આવી છે. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ઘણી પ્રોજેક્ટ સાઈટ પર કામો ફરીથી શરૂ કરી દીધા છે. પરંતુ સુરત મનપા દ્વારા પણ પુરતી સલામતી સાથે કામગીરી કરાવવામાં આવશે, સુરત મનપાના પ્રોજેક્ટમાં સલામતી માટે માસ્ક, સોશીયલ ડિસ્ટન્સીંગ અને હેન્ડ વોશનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને સેનેટાઈઝર પણ ફરજીયાત કરી દેવાયું છે.

સુરત મહાનગરપાલિકાના બ્રિજ અને રસ્તાના પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટમાં સલામતીની હેલ્મેટ સાથે હવે કર્મચારીઓ માટે માસ્ક પણ ફરજ્યાત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સાઈટ પર હેન્ડ વોશ અને સેનેટાઈઝર પણ રાખવાની સુચના આપી દેવામાં આવી છે. પ્રોજેક્ટ સાઈટ પર તમામ કામોમાં કામદાર કામે ચઢે તે પહેલાં તેમનું થર્મલ સ્ક્રીનીંગ કરવા સાથે તેમનો હેલ્થ રિપોર્ટ પણ થઈ રહ્યો છે. મનપા.ની દરેક સાઈટ પર અઠવાડિયામાં એક વાર તબીબ દ્વારા કામદારોનું મેડિકલ ચેક અપ પણ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. કોરોનાના કારણે થયેલા લોક ડાઉન 4 માં અપાયેલી રાહત બાદ મહાનગરપાલિકા.ના રોડ અને બ્રિજની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. આ ઉપરાંત હાલમાં કિલ્લાના રીસ્ટોરેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તંત્ર કોરોના અટકાવવા માટે સોશીયલ ડિસ્ટન્સ ફરજ્યાત કરી રહ્યાં હોવાથી મનપાના તમામ પ્રોજેક્ટમાં સોશ્યલ ડિસ્ટન્સની કાળજી રાખવામા આવી રહી છે.

સુરત મહાનગરપાલિકાના તમામ પ્રોજેક્ટોની કામગીરી માટે સાઈટ પર હેલમેટ પહેરવું ફરજીયાત છે. ત્યારે કોરાનાને પગલે સુરત મહાનગરપાલિકાની સાઈટ પર હેલમેટની સાથે સાથે માસ્ક, અને સેનીટાઈઝર ફરજીયાત કરી દેવાયું છે. અને સોશીયલ ડિસ્ટન્સીંગનું પણ પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ કામકાજ શરૂ થાય તે પહેલા તમામનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટરના કર્મચારી દ્વારા તમામ કામદારોને કોઈ પ્રકારની તકલીફ છે કે નહીં તેની નોધણી કરીને રિપોર્ટ કરવામા આવે છે. આ ઉપરાંત તમામ સાઈટ પર મજુરો વારંવાર હાથ ધોઈ શકે તે માટે ફુટ ઓપરેટેડ વોશીંગ મશીન પણ મુકવામા આવ્યા છે. પ્રોજેકટ પર કામ કરતાં કર્મચારીઓને રોજ થર્મલ સ્ક્રેનીગ કરવા ઉપરાંત અઠવાડિયામાં એક વાર ધન્વનતરી રથ બોલાવાવમા આવે છે. સપ્તાહમાં એક વાર તબીબો પાસે તમામ શ્રમજીવીઓનુ હેલ્થ ચેકીંગ પણ કરવામા આવી રહ્યું છે.

Related Posts