વિશ્વમાં આ 5 દેશ સૌથી વધુ કોરોનાગ્રસ્ત, અમેરિકામાં મોતનો આંકડો ડરાવનાર

દિલ્હી : માત્ર દેશ જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વ કોરોના મહામારી (Corona epidemic) સાથે યુદ્ધ કરી રહ્યુ છે. દેશમાં કોરોના વાયરસનું એપી સેન્ટર મહારાષ્ટ્ર ( Corona AP Center Maharashtra) છે તો વિશ્વમાં કોરોના વાયરસનું એપી સેન્ટર વિશ્વ મહાસત્તા ધરાવતું રાષ્ટ્ર અમેરિકા (America) છે જ્યાં કોરોનાથી અવિશ્વસનીય મોતનાં આંકડા નોંધાયા છે. અમેરિકામાં કોરોના વાયરસ (Covid-19) થી થનાર મોતનો આંકડો 15 લાખ 38 હજાર 40(દોઢ લાખ)ને વટાવી ચૂક્યો છે. અમેરિકામાં અત્યાર સુધી કુલ 45 લાખ 68 હજાર 037 કેસો નોંધાયા છે જ્યારે 22 લાખ 45 હજાર 044 કેસો રિકવર ( Corona Cases Recover) થયા છે. અમેરિકામાં 21 લાખ 69 હજાર 153 એક્ટિવ કેસો છે જે ભારતની કુલ કેસોની સરખામણીમાં લગભગ 6 લાખ વધું છે. અમેરિકામાં કોરોના વાયરસનાં રિકવરી રેટ (Recovery rate) ની વાત કરીએ તો 94 ટકા ડિસ્ચાર્જ થઈ રહ્યા છે જ્યારે મૃત્યુ દરનો રેશિયો 6 ટકા છે એટલે કે દર 100 કોરોના દર્દીઓ (Corona patients) સામે 6 લોકોનું કોરોના વાયરસથી મોત થઈ રહી છે.

વિશ્વમાં આ 5 દેશ સૌથી વધુ કોરોનાગ્રસ્ત, અમેરિકામાં મોતનો આંકડો ડરાવનાર

વિશ્વમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશ બ્રાઝિલ (Brazil) છે જે અમેરિકા બાદ બીજા સ્થાને છે. બ્રાઝિલમાં અત્યાર સુધી 25 લાખ 55 હજાર 518 કેસો નોંધાયા છે જ્યારે 17 લાખ 87 હજાર 419 કેસો રિકવર થઈ ચૂક્યા છે અને બ્રાઝિલમાં અત્યાર સુધી કોરોના વાયરસથી થનાર મોતનો આંકડો 90 લાખને વટાવી ચૂક્યો છે. વિશ્વમાં કોરોનાને મામલે 15 લાખ 84 હજાર 384 સાથે ત્રીજા ક્રમે, રશિયામાં 8 લાખ 28 હજાર 990 કેસો, સાઉથ આફ્રિકામાં 4 લાખ 71 હજાર 123 કેસો સામે આવ્યા છે. જો કે કોરોનાથી થનાર મોતનો ડરાવનાર આંકડો અમેરિકા 153840 અને બ્રાઝિલ 90188 નો છે. ભારતમાં પણ અત્યાર સુધી કોરોનાથી થનાર મોતનો આંકડો 35 હજારને વટાવી ચૂક્યો છે.

વિશ્વમાં આ 5 દેશ સૌથી વધુ કોરોનાગ્રસ્ત, અમેરિકામાં મોતનો આંકડો ડરાવનાર

ભારતની વાત કરીએ શરૂમાં દેશમાં કોરોના કેસો નહીંવત પ્રમાણે હતા અને વિશ્વાસ હતો કે દેશમાં કોરોના માટે પ્રવેશ મુશ્કેલ હશે, સોશિયલ મીડિયા પર પણ દેશનાં વાતાવરણમાં કોરોના વધુ નુકસાન નહીં પહોંચાડી શકે તેવી માહિતી મળતી હતી, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સંસ્થાનાં પ્રવક્તા માર્ગરેટ હેરિસે (Margaret Harris) એક વર્ચુઅલ બ્રીફિંગમાં જણાવ્યુ હતું કે કોરોનાએ મોટો ચેપી રોગ છે તે માટે ગરમીની સીઝનમાં કોરોના માટે કોઈ બેદરકારી નહીં દાખવવાની ચેતવણી આપી હતી.વધુમાં તેમણે ક્હયુ હતું કે કોરોનાવાયરસ કોઈપણ સામાન્ય ઈન્ફ્લુએન્ઝાની જેવો નથી જે મોસમ બદલાવાની સાથે ઓછો થઈ જશે. દેશમાં કુલ 15 લાખ 84 હજાર 384 કેસો નોંધાયા છે જ્યારે કોરોનાથી સ્વસ્થ્ય થનાર દર્દીઓનો આંકડો 10 લાખને પાર થયો છે અને કોરોનાથી દેશમાં 35 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Related Posts