ભાવનગર બંદર ખાતે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ વિકસાવાશે

ગાંધીનગર : ભાવનગર ખાતે વિશ્વના સૌ પ્રથમ સી.એન.જી ટર્મિનલ પોર્ટ (CNG terminal port) વિકસાવવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટને મંજૂરી આપતા હવે, આ પોર્ટના વિકાસની કામગીરીનો પ્રારંભ થશે. રાજ્યના સૌપ્રથમ બ્રાઉનફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ (Brownfield Port Project) માટે જૂદી-જૂદી સર્વગ્રાહી નીતિઓને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે (State Government) ફોરસાઇટ ગૃપ, પદમનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલીસના કન્સોર્શિયમને વિકાસકાર તરીકે આ બ્રાઉનફિલ્ડ પોર્ટ અંતર્ગત વિશ્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ વિકસાવવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijaybhai Rupani)એ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (Gujarat Infrastructure Development Board)ની નવેમ્બર-૨૦૧૯ માં મળેલી બેઠકમાં વિશ્વના સૌપ્રથમ CNG ટર્મિનલની સ્થાપના ગુજરાતમાં કરવાની દરખાસ્તને સ્વીસ ચેલેન્જ પધ્ધતિથી હાથ ધરવા સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી.

ભાવનગર બંદર ખાતે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ વિકસાવાશે

મુખ્યમંત્રીએ આ દરખાસ્તને મંજૂરી આપતા ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિયમોનુસારની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના આધારે કોન્સોર્શિયમ આ પ્રોજેક્ટ વિકસાવવાની કામગીરી માટે DPR તૈયાર કરવાની અને પર્યાવરણ મંજૂરી મેળવવાની કામગીરી હાથ ધરાશે, જેમાં ૧૮ માસ જેટલો સમય લાગશે, અને ત્યારબાદ સ્થળ પર બાંધકામની કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરશે. ગુજરાત હવે વિશ્વના આ સૌ પ્રથમ CNG ટર્મિનલ સાથે દેશમાં CNG અને LNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય બનશે. રાજ્યમાં હાલ દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી ભાવનગરનું આ વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત કરશે.

ભાવનગર બંદર ખાતે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ વિકસાવાશે

ભાવનગર બંદરે નિર્માણ થનારા આ CNG ટર્મિનલ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે રૂ. ૧૩૦૦ કરોડના મૂડીરોકાણથી પ્રતિવર્ષ ૧પ લાખ ટન ક્ષમતાનું CNG ટર્મિનલ તેમજ પ્રતિવર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તેમજ રો-રો ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ સમગ્ર પ્રોજેકટ રૂ. ૧૯૦૦ કરોડના અંદાજિત ખર્ચે આકાર પામવાનો છે. ભાવનગર વિશ્વમાં શિપ રિસાયકલિંગ ઊદ્યોગમાં અલંગના સૌથી મોટા શિપ બ્રેકીંગ-રિસાયકલિંગ યાર્ડ તરીકે પ્રખ્યાત છે. હવે વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરની યશકલગીમાં નવું મોરપિચ્છ બનશે. એટલું જ નહીં, ભાવનગર અને આસપાસના વિસ્તારના યુવાઓ માટે લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસીંગ ક્ષેત્રે રોજગારીની વિશાળ તકો પણ ખૂલશે.

ભાવનગર બંદર ખાતે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ વિકસાવાશે

ભાવનગરમાં આ પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોકગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટેની ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવનાર છે. હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક ૩ મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન થાય છે. આ CNG ટર્મિનલ કાર્યરત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક ૯ મિલીયન મેટ્રિક ટન થશે.

ભાવનગર બંદર ખાતે વિશ્વનું સૌ પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ વિકસાવાશે

તાજેતરમાં જામનગરના સચાણા બંદરને પુન: ધમધમતું કરવા રાજય સરકારે મંજૂરી આપ્યા બાદ હવે વિશ્વના આ પ્રથમ CNG ટર્મિનલના ભાવનગરમાં નિર્માણ માટેની લીલીઝંડી આપતાં મેરિટાઇમ બોર્ડ ફોરસાઇટ ગૃપ કોન્સોરિયમને લેટર ઓફ ઇન્ટેન્ટ આપીને CNG ટર્મિનલ પોર્ટ વિકસાવવાની કામગીરીને વેગવંતી બનાવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ભાવનગર સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે. આના પરિણામે આ CNG ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને પણ વ્યાપક પ્રમાણમાં મળશે.

Related Posts