ભરૂચ(Bharuch): અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના સારંગપુર (Sarangpur) ગામમાં જાગૃત નાગરિકે તલવાડીની જમીન પર કઠિત ગેરકાયદે શોપીંગ સેન્ટર (IllegalShoppingCenter) ઉભું થયું હોવાની સંબધિત વિભાગને લેખિત અરજી કરી હતી. અરજીના આધારે માપણી અધિકારી અને અરજદાર ઘટના સ્થળ પર પહોંચતા ડેપ્યુટી સરપંચે (DeputySarpanch) તેના પર હિંસક હુમલો (Attack) કરીને માર મારતો વીડિયો વાઈરલ (ViralVideo) થયો હતો.આ ઘટના બાદ અરજદારને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
- ડેપ્યુટી સરપંચની દાદાગીરી, જમીનની માપણીના અધિકારી સામે જ જાગૃત નાગરિકને ડેપ્યુટી સરપંચે લોખંડની પાઈપ વડે માર માર્યો
- વારંવાર મારા શોપીંગની માપણી કરાઈ છે: ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ
- માથામાં પાઈપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી:-જાગૃત નાગરીક અક્ષય પટેલ
અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે પાટિયા પર શોપીંગ સેન્ટર ઉભુ થયું છે. કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય આને હાલનાં સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ અને તેમના પત્ની સરપંચ છે. સારંગપુર ગામે સર્વે નંબર 107માં તળાવ પર તેઓએ કઠિતપણે 11 દુકાન બનાવીને ભાડુ વસુલી રહ્યા છે. જે બાબતે સારંગપુરના જાગૃત નાગરિક અક્ષય પટેલે લેખિતમાં TDOને ફરીયાદ કરી હતી.જે પ્રકરણમાં માપણી અધિકારી તેમજ તલાટીની સાથે માપણી કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ત્યારે અરજદાર અક્ષય પટેલ પણ ત્યાં આવતા મામલો ભારે બિચક્યો હતો. ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે મારી જમીન પર કેમ આવ્યા છો? કહી પહેલા પ્લાસ્ટિકનું ટેબલ છૂટું મારીને સીધા દુકાનમાં દોડી ગયા. ત્યાંથી રતિલાલ પટેલે લોખંડનો પાઇપ લાવીને અક્ષય પટેલ પર હિંસક હુમલો કરીને માર મારવાનું શરૂ કર્યું હતું.
અરજદાર અક્ષય પટેલ સાથે માપણી અધિકારી પર અપશબ્દોનો વણઝાર કર્યો હતો. જોકે આ સમગ્ર મામલે અક્ષય પટેલ સાથે આવેલા વ્યક્તિ દ્વારા વીડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું. તેને મારવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં અક્ષય પટેલને હાથમાં ફ્રેક્ચર થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ઘટના અંગે GIDC પોલીસને જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી.
ડેપ્યુટી સરપંચે ગેરકાયદે શોપિંગ સેન્ટર બનાવ્યું છે: અરજદાર રતિલાલ પટેલ
આ અંગે અરજદાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, રતિલાલ પટેલે સારંગપુર ગ્રામ પંચાયત તલાવડી સર્વે નંબર 107માં ગેરકાયદે શોપીંગ સેન્ટર બનાવીને 11થી 14 દુકોનોનું ભાડું વસુલે છે. જે માટે અમે ગામ લોકો મળીને મામલતદાર, TDO કચેરીમાં અગાઉ અરજી કરેલી હતી. હાલમાં TDOએ માપણી માટે લેટર લખેલો હતો. જેના અનુસંધાને માપણી માટે અધિકારીઓ આવ્યાં હતાં. જેથી અમે તલાટી અને માપણી માટેના અધિકારીઓ સાથે માપણી કરી રહ્યાં હતાં.
એ વેળા રતિલાલ પટેલે આવીને ઢીકા તેમજ બાજુમાં પડેલ ટેબલને માથામાં માર્યું હતું. ત્યાર બાદમાં શોપીંગ સેન્ટરમાં આવેલા ગેરેજમાંથી લોખંડની પાઈપ લઈ અમને ઉપરાછાપરી હાથ-પગ અને માથામાં વાર કરી અપશબ્દો વણઝાર વરસાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસને જાણ કરી હતી.અમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સ્વબચાવમાં માર્યો છે: ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલનો ખુલાસો
સમગ્ર ઘટનામાં ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે જણાવ્યું હતું કે, આ મારા બાપદાદાની માલીકીની જમીન છે. જેના પર શોપિંગ બનાવ્યું છે તે ગેરકાયદે બાંધકામ નથી, પરંતુ અરજદાર દ્વારા 10થી વધુ વખત અરજી કરી વારંવાર માપણી કરવામાં આવે છે. આજે પુનઃ માપણી માટે આવ્યા હતા. ત્યારે મારી જમીન ઉભા હતા અને મને અને મારા પત્ની જે સરપંચ છે તેને અપશબ્દો બોલ્યાં હતાં. જ્યારે મારી ઉશ્કેરણી કરી મારવાની કોશિશ કરતા મારે સ્વ બચાવમાં માર્યો છે.