દેશમાં આ તારીખ સુધી અનલૉક-5ની ગાઇડલાઇન યથાવત રહેશે

નવી દિલ્હી (New Delhi):ભારતમાં 30 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી અનલૉકનો ચોથો (Unlock-4.0) તબક્કો પૂર્ણ થયો હતો. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલ અનલૉક 4માં કેન્દ્ર સરકારે પહેલી વાર મેટ્રો સેવાઓ ફરી શરૂ કરવા જેવી વિવિધ નોંધપાત્ર છૂટછાટ આપી હતી. આ સિવાય ધોરણ 9-12 માટે શાળાઓ આંશિક રીતે ફરીથી શરૂ કરાવી હતી. 1 ઑક્ટોબરથી અનલૉકના પાંચમા (unlock-5.0) તબક્કામાં જીમ (Gym), સ્વમિંગ પૂલ (Swimming Pool),શાળાઓ (schools) ખોલવાની છૂટછાટ આપી છે.

દેશમાં આ તારીખ સુધી અનલૉક-5ની ગાઇડલાઇન યથાવત રહેશે

કેન્દ્રએ મંગળવારે જાહેરાત કરી હતી કે અલલૉક-5 માટે જે ગાઇડલાઇન જાહેર કરી છે, તે 30 નવેમ્બર સુધી યથાવત રહેશે. અનલૉક-5માં આ પ્રકારની છૂટછાટ હતી :

 • સિનેમા,મલ્ટિપ્લેક્સ અને થિયેટર્સ 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ
 • શોપિંગ મોલ્સ 8મી જૂને જાહેર થયેલા નિયમો મુજબ યથાવત
 • ફક્ત રમતવીરોને તાલીમ આપવા સ્વિમિંગ પૂલ ખુલ્લા
 • બિઝનેસ એક્ઝિબિશનને મંજૂરી, જે વાણિજ્યમંત્રાલયની શરતોને આધીન
 • મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખુલ્લા મૂકાયા
 • લાઇબ્રેરી 60 ટકા કેપેસિટી સાથે ખુલ્લી
 • તમામ ધાર્મિક સ્થળો 7 જૂન, 2020ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇન્સ મુજબ ખુલ્લા મૂકાયા
 • હોટેલ્સ અને રેસ્ટોરન્ટસ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા
 • રાજ્યમાં બસ સેવા આધારિત સેવાઓમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં 75 ટકા બેઠકો પર લોકોને બેસાડી ફરે છે
 • મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની અગાઉની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત
 • રિક્ષામાં 1 ડ્રાઇવર સહિત 2 લોકોને સાથે બેસાડી શકાય (માસ્ક ફરજિયાત)
 • કેબ સર્વિસમાં 1 ડ્રાઇવર સહિત 3 લોકોને બેસાડી શકાય. જો 6થી વધારેલા લોકોની બેસવા માટે વ્યવસ્થા હોય તો 4 લોકોને બેસાડી શકાય (માસ્ક ફરજિયાત)
 • પ્રાઇવેટ કાર હોય તો 1 ડ્રાઇવર સહિત 3 લોકોને બેસાડી શકાય (માસ્ક ફરજિયાત)
 • ટુ-વ્હીલર પર 2 જ લોકો સવારી કરી શકાય (માસ્ક ફરજિયાત)
દેશમાં આ તારીખ સુધી અનલૉક-5ની ગાઇડલાઇન યથાવત રહેશે

જણાવી દઇએ કે આ અઠવાડિયે કોરોના વાયરસના (Corona Virus/Covid-19 ) નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પાછલા દિવસો કરતા 19 ઑક્ટોબરથી 25 ઑક્ટોબરની વચ્ચે, નવા કેસમાં ગત સપ્તાહની તુલનામાં 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કોવિડ -19 ને કારણે થતાં મૃત્યુમાં 19 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 35,977 નવા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે તો તેની સરખામણીમાં કુલ 63,662 જેટલા દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે તો 482 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે.

Related Posts