Charchapatra

સંસારરથનાં બે પૈંડાં- એટલે સ્ત્રી-પુરુષ

પુરુષ અને સ્ત્રી સંસારરથનાં બે પૈંડાં છે.  દંપતી એકબીજાના સ્નેહાદરથી એકતામાં રહી જીવન જીવી જાય છે. રથનાં બે પૈંડાં સરખાં હોય તો ઝડપ  એક સરખી ચાલતી હોય છે અને કયાં યે રસ્તા ઉપર હાલકડોલકનો અનુભવ કયારેય થતો નથી. પૈંડાં એકસરખા પોતાની ગતિ સાથે ચાલતાં હોય છે. પરંતુ એકાદ પૈંડાંમાં ખામી ઊભી થાય તો બન્ને ઊંચા – નીચા થઇ પંથ કાપતા હોય છે. લાંબી સફરમાં કામ ન આવે, અધવચ્ચે એની મરામત કરવી પડે છે. પતિ-પત્ની બન્નેમાં એકરાગિતા હોય તો જિંદગી સીધી સરળ ચાલે છે.નહિતર રસ્તો સારો હોય તો ય રથ વ્યવસ્થિત ચાલતો નથી.

ધરતી ઉપર મા ને બાપનાં સ્નેહ સંયોગથી બાળકનો જન્મ થતો હોય છે. કહેવાય છે કે માતાની આરાધનાનું પર્વ – નવરાત્રી, એ દરમિયાન થયેલી વ્યકિતનું ભકિતનું ફળ માતા તુરંત આપે છે. કારણકે માતામાં વાત્સલ્ય અને અપાર સ્નેહનો સાગર છલોછલ હોય છે, જે સ્નેહના વારિથી સિંચન – સંવર્ધન થતું હોય છે. આપણી પ્રથમ વ્યથા – કથા – વેદના આપણા ચહેરા ઉપરથી સમજી લેવામાં મા ને વાર નથી લાગતી, એટલી બધી કુદરત એમના શરીર મનમાં ઊર્જા શકિત મૂકતી હોય છે. શૈશવકાળથી ઠેઠ આપણે ઘરડાં – થઇ જઇએ ત્યાં સુધીના સમયગાળામાં આપણી મા હયાત હોય તો દીકરા-દીકરીના લાલનપાલનમાં એમની વિચારધારામાં જરાય ફરક પડતો નથી. આપણે માના ઉદરમાં નવ મહિના રહ્યા છીએ, એમના શ્વાસે આપણો શ્વાસ, એમના ખાધેલા ખોરાકમાંથી આપણું સંવર્ધન થયેલું છે.

માની માયા, મમતા સેવાનું ઋણ આપણે કયાં કદી ચૂકવી શકીએ છીએ? જગતના કલ્યાણ માટે ભગવાનને કહેવામાં આવ્યું હશે, જે ઘરમાં માતા દુ:ખી હોય એમનું માન-પાન આદર, સ્નેહ, એમનાં સંતાનોમાં ન હોય. તે સંતાનને કુદરત માફ ન કરી શકે. ઇશ્વરેચ્છાથી આ ધરતી ઉપર માતા અહીં મળી હશે, જે આપણું સદ્‌ભાગ્ય નહિ તો બીજું શું? કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ પુત્ર ગમે તેવો પાકે પણ માતા કદી કુમાતા નથી થતી.
ધરમપુર- રાયસીંગ ડી. વળવી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ચૂંટણી અવસરની સાર્થકતા
ચૂંટણી અવસરની સાર્થકતા માટે નાગરિકોની અનિવાર્ય ફરજ છે કે, દેશના કલ્યાણ માટે મતદાન અચૂક કરે અને યોગ્ય વ્યક્તિને મત આપે, જે નીતિ પરિવર્તન લાવશે. ચાલો, અધિકારોની માંગણીમાં જે જુસ્સો હોય છે તેનાથી વધુ જોમ-જુસ્સાથી ફરજ નિભાવીએ.
નવસારી           – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top