Charchapatra

શ્રોતાઓની સહનશક્તિ

આપણાં ભારત દેશમાં સમયની કિંમત નથી એટલે વિદેશો કરતાં આપણો દેશ ઘણો પાછળ છે. વિદેશમાં તો બધું ટાઇમ ટુ ટાઇમ ચાલે છે. જ્યારે ભારતમાં તો અડધો કલાક, બે કલાક પાછળ ચાલતું હોય છે. એટલે લોકો પણ અનિયમીતતાથી ટેવાય ગયા છે. ફિલ્મ જોવા જવાનું હોય તો ઘણાં શોના ટાઇમ કરતાં કલાક વહેલા પહોંચી જતા હોય છે. કોઇ નેતાની જાહેરસભા હોય તો નક્કી કરેલા સમય કરતાં વહેલા પહોંચી જતા હોય છે અને શ્રોતાઓનું ટોળું એકત્ર થતું હોય છે. ભલે નેતાઓ મોડા આવે છતાં તાપ તડકામાં ગોઠવાય જતા હોય છે.

આપણે ત્યાં સમારોહની ગરિમા જળવાતી નથી. શ્રોતાઓથી ભરચક મંડપ હોય છતાં મંત્રીઓ નેતાઓ મોડા આવતા હોય છે. એટલે મેદનીને બેસાડી રાખવા માટે સ્થાનિક કાર્યકરો સભા સંબોધતા હોય છે. ત્યારપછી મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ આવે એટલે હાર તોરા પછી લાંબી ભાષણબાજી ચાલતી રહે છે. શ્રોતાઓ આમંત્રિતો મને કમને અકળાઇને બધું સાંભળતા રહે છે. છેવટે સમારોહના પ્રમુખના ભાગે ખાસ કંઇ બોલવાનું આવતું નથી. અંતે આભારવિધિ થાય તેવામાં તો અકળાઇ ગયેલા શ્રોતાઓ ઉઠીને ચાલવા માંડતા હોય છે. આમ સમારોહમાં તો બધું શ્રોતાઓએ સહન કરવું પડે છે અને શ્રોતાઓની સહનશકિતનું માપ નીકળી જાય છે, ખરેખર સમયની મર્યાદા જળવાવી જોઇએ.
તરસાડા   – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે

Most Popular

To Top