રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું

અમદાવાદ: કોરોનાકાળ (Corona Pandemic) દરમિયાન ઓગસ્ટ બાદ હોસ્પિટલમાં આગ (Hospital fire) લાગવાની ચોથી ઘટના સામે આવી છે. ગુરુવારે રાત્રે રાજકોટ સ્થિત શિવાનંદ હોસ્પિટલ (Sivananda Hospital) નાં આઈસીયુ (ICU) માં મોડી રાત્રે આગ લાગી જેનાં કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હોસ્પિટલમાં 33 દર્દી દાખલ હતા જેમાંથી આઈસીયુમાં નવ જેટલા દર્દીઓની સારવાર (Treatment of patients) થઈ રહી હતી. ઘટનામાં 5 દર્દીઓનાં મોત થયા છે. આ ઘટના બાદ શુક્રવારે ગુજરાતમાં થયેલ આ ઘટના પર ધ્યાન દોરતા કોર્ટે દેશભરમાં કોરોનાની જે પરિસ્થિતિ છે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કડક શબ્દોમાં જણાવ્યું હતુ કે જુલુસ કાઢવામાં આવી રહ્યા છે પરંતુ લોકો માસ્ક પહેરી નથી રહ્યા. બાકીઓનાં મોઢા પર માસ્ક લટકી રહેલા છે. એસઓપી (SOP) અને દિશાનિર્દેશો (Guidelines) હોવા છતાં તેમનું પાલન થઈ રહ્યું નથી.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું

કેન્દ્ર સરકાર (Central Government) તરફથી સોલિસીટર જનરલ તુષાર મેહતા (Solicitor General Tushar Mehta) એ કોર્ટને આશ્વસ્ત કર્યા છે કે કેન્દ્રીય ગૃહ સચિવ શનિવારે સંપૂર્ણ ભારતનાં સરકારી હોસ્પિટલોમાં આગથી સુરક્ષા-ફાયર સેફ્ટી (Fire Safety)ને લઈને તમામ ઉપાયોને લઈને બેઠક કરશે અને તેનાથી સંબંધિત દિશાનિર્દેશો જાહેર કરશે. તેમણે કહ્યુ કે ભારતમાં કોવિડ-19થી પ્રભાવને રોકવા માટે યોજના, દિશાનિર્દેશો અને એસઓપીને લાગૂ કરવા માટે કડક પગલાઓ ભરાશે. કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં ચાલી રહેલી કોવિડ19ની લહેરની પહેલાની તુલનામાં વધુ છે. તેમણે કહ્યું કે હાલ 77 ટકાથી વધુ પોઝિટિવ મામલાઓ 10 રાજ્યોથી સામે આવી રહ્યા છે. કોર્ટેની વાત કરીએ તો જણાવ્યુ કે કોરોના મહામારીથી સાવચેતી તથા સુરક્ષા માટે કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે કોરોના મહામારીની સ્થિતિથી ઉપર ઉઠવા તમામ રાજ્યોએ ખભખભા મળાવીને સાથે આવું જોઈએ અને રાજનિતીથી ઉપર ઉઠવું જોઈએ.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું

ગુજરાતમાં આ હોસ્પિટલમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે જે ઓગસ્ટ પછી નોંધાઈ છે. આગ લાગવાનું કારણ શોર્ટશર્કિટ સામે આવ્યું છે. આઈસીયુમાં નવ જેટલા કોરોના દર્દીઓની સારવાર (Treatment of corona patients) થઈ રહી હતી. આગ લાગતા આ દર્દીઓની બારીથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Chief Minister Vijayrupani) એ ઘટના અંગે તપાસનાં આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુખ વયક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોનાં વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે તથા મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.

Related Posts