Gujarat

ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ 14 મે સુધી ઓનલાઈન ભરી શકાશે

ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની કાર્યવાહીનો આજથી પ્રારંભ થયો છે. આવેદનપત્રો 14 મે 2026 સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય- વિષયોમાં ગેરહાજર રહેલા હોય, અથવા એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ વર્ષ 2026ની પૂરક પરીક્ષામાં બેસી શકશે.
પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

કન્યા પરીક્ષાથી ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તી આપવામાં આવી છે. પરંતુ પૂરક પરીક્ષા માટે જે તે વિષયો માટેનું ઓનલાઇન આવેદનપત્ર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઇન ફી ભરવા માટેની સૂચનાઓ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી છે.

Most Popular

To Top