અંકલેશ્વર: ધો.9ની બે વિદ્યાર્થીનીઓએ બર્થ-ડે પાર્ટીમાં દારૂ ઢીંચ્યો અને પછી ન થવાનું થયું

અંકલેશ્વર: (Ankleshvar) આજની યુવા પેઢી કંઇ તરફ જઇ રહીં છે તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ બન્યો છે. ટેક્નોલોજી અને સ્માર્ટફોનના યુગમાં સગીર વયે મોબાઇલના (Mobile) રવાડે ચઢેલા બાળકોના માતા-પિતા માટે લાલ બત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતાએ ધો.9માં અભ્યાસ કરતી પુત્રીને મોબાઇલ વાપરવા બાબતે ઠપકો આપતા તેણીએ ઘર છોડી દીધુ હતુ અને રાત્રી રોકાણ માટે મિત્રની બર્થ-ડે પાર્ટીમાં (Birthday Party) દારૂ ઢીંચતા ન થવાનુ થઇ ગયુ હતુ. પોલીસે (Police) આ મામલે પાંચ યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર: ધો.9ની બે વિદ્યાર્થીનીઓએ બર્થ-ડે પાર્ટીમાં દારૂ ઢીંચ્યો અને પછી ન થવાનું થયું

અંકલેશ્વરની અંગ્રેજી માધ્યમમાં ધો.9માં અભ્યાસ કરતી સગીરાને તેની માતાએ મોબાઇલ વાપરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાબત તેણીને લાગી આવતા ઘર છોડી ચાલી ગઇ હતી. આવેશમાં આવી સગીરાએ ઘર તો છોડી દીધુ પણ હવે કરવુ શું તે મોટો સવાલ હતો. જેથી તેણીએ એક અજાણી વ્યક્તિ પાસેથી મોબાઇલ લઇ માનેલા ભાઇ અંકુર (નામ બદલ્યું છે)ને ફોન કર્યો હતો. જેથી અંકુર આવીને તેણીને પોતાની સાથે લઇ ગયો હતો. દરમિયાન અંકુરના મિત્ર મીલન (નામ બદલ્યું છે)ની જન્મ દિવસની પાર્ટી હોવાથી સગીરા, અંકુર અને અન્ય સગીરા મીલનના ઘરે બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યાં હતા. જ્યાં અંકુર અને મીલનના અન્ય ત્રણ મિત્રો પણ બર્થ-ડે સેલિબ્રેશન કરવા માટે પહોંચ્યાં હતા.

અંકલેશ્વર: ધો.9ની બે વિદ્યાર્થીનીઓએ બર્થ-ડે પાર્ટીમાં દારૂ ઢીંચ્યો અને પછી ન થવાનું થયું

અંકુરની બર્થ-ડે પાર્ટી હતી અને તેના ઘરે કોઇ નહોતુ. જેથી કેક કાપ્યાં બાદ બે સગીરા સહીત પાંચ યુવકોએ દારૂની મહેફીલ માણી હતી. દારૂના નશામાં ચુર બન્ને સગીરાઓ અંકુરના ઘરના એક રૂમમાં સુઇ ગઇ હતી. માતાએ ઠપકો આપ્યાં બાદ ઘર છોડી નિકળી ગયેલી વિદ્યાર્થીની દારૂના નશામાં ચુર હતી. તેવામાં રાત્રી દરમિયાન તેની સાથે શું બન્યુ તેનો તેને કોઇ ખ્યાલ નહોતો.

પોલીસ પૂછપરછમાં બંને સગીરાઓએ ચોંકાવનારી હકીકત વ્યક્ત કરતા પોલીસે પાંચયુવાનોની ધરપકડ કરી હતી. અને તેમની સામે પ્રાથમિક પોક્સો એક્ટ તેમજ અપહરણનો ગુનો નોંધ્યો હતો. તેમજ તમામના તબીબી પરીક્ષણ કરાવ્યા હતા. જયારે બંને સગીરાને પણ તબીબી પરીક્ષણ માટે ખસેડવામાં આવી હતી. જેમના રિપોર્ટ આવવાના બાકી છે. જે રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાશે.

સવારે સગીરાને ગુપ્તાંગમાં દુખાવો ઉપડતા તે જાગી ગઇ
સવારે અચાનક સગીરાને ગુપ્તાંગમાં દુખાવો ઉપડતા તે જાગી ગઇ હતી. જોકે આંખ ખુલતા તેણે જોયુ તો અન્ય બે યુવકો સગીરાઓ સાથે સુતેલા હતા. આખી રાત દિકરી ઘરે નહીં આવતા માતાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેવામાં સવારે દિકરી ઘરે પહોંચતા માતાએ પોલીસને જાણ કરતા પોલીસે તેણીની પુછતાછ હાથ ધરી હતી.

મેડિકલ પરિક્ષણ બાદ દુષ્કર્મ થયુ હશે તો આગળની તપાસ કરાશે : પોલીસ અધિક્ષક
ઘટનાને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે પોક્સો તેમજ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જો કે સગીરાની કેફિયતના આધારે યુવાનો તેમજ સગીરાનું મેડિકલ પરિક્ષણ પણ કરવામાં આવ્યુ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ દુષ્કર્મ થયુ હોય તો તેની કલમો ઉમેરી તે આધારે આગળની તપાસ કરાશે તેમ વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યુ હતુ.

Related Posts