જીએસટી ઘટ ભરપાઇ કરવા કેન્દ્ર લેશે આ પગલુ

નવી દિલ્હી (New Delhi): જીએસટી (GST) વસૂલીમાં ઘટને પૂરવા કેન્દ્ર સરકાર રાજ્યો વતી રૂ. ૧.૧ લાખ કરોડ ઉછીના લેશે એમ નાણા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. ગયા નાણાકીય વર્ષથી અર્થતંત્રમાં ચાલી રહેલી મંદી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) વસૂલીઓમાં મંદીના કારણે રાજ્યોનું બજેટ ખોરવાઇ ગયું છે જેમણે જુલાઇ ૨૦૧૭માં જ્યારે જીએસટી રજૂ થયો હતો ત્યારે વેચાણ વેરા અને વેટ જેવા સ્થાનિક વેરાઓ લેવાનો તેમનો અધિકાર જતો કર્યો હતો. આ ઘટ પૂરવા માટે બજારમાંથી નાણા ઉછીના લેવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

GST Council Meeting Highlights: 'GST collection severely impacted due to  COVID,' says FinMin

એક નિવેદનમાં કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે રાજ્યોને ઘટ પૂરવા માટે તેમની હાલની મર્યાદાઓની ઉપર રૂ. ૧.૧ લાખ કરોડની રકમ ઉછીની લેવા માટે એક સ્પેશ્યલ વિન્ડોની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ સ્પેશ્યલ વિન્ડો હેઠળ અંદાજે રૂ. ૧.૧ લાખ કરોડની ઘટ(અંદાજે તમામ રાજ્યોની ભેગી)ની રકમ ભારત સરકાર દ્વારા યોગ્ય હપ્તાઓમાં ઉછીની લેવામાં આવશે અને આ ઉછીની લીધેલી રકમ રાજ્યોને જીએસટી વળતર સેસની રકમોના બદલામાં બેક-ટુ-બેક લોન તરીકે પાસ ઓન કરવામાં આવશે. આ ઉછીના લેવાથી ભારત સરકારની નાણાકીય ખાધ પર કોઇ અસર થશે નહીં એમ આ નિવેદનમાં જણાવાયું છે.

આ રકમો રાજ્ય સરકારોની મૂડી આવકો તરીકે પ્રતિબિંબિત થશે અને તેમની પોત પોતાની નાણાકીય ખાધો માટે નાણા પૂરા પાડવાના ભાગ રૂપે હશે એ મુજબ નિવેદનમાં જણાવાયું હતું. આ નાણા ઉછીના લેવા માટે ત્રણથી ચાર વર્ષની મુદતના બોન્ડ બહાર પાડવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ રીતે બજારમાંથી ઉછીના નાણા લેવાથી એ સુનિશ્ચિત થશે કે કમાણી અને બોન્ડ હરાજીમાં એકસૂત્રતા જળવાઇ રહે એ મુજબ નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. આ બોન્ડની મુદ્દલ અને વ્યાજની ચુકવણીઓ કમ્પેન્સેશસન પૂલમાંથી કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

Photo Feature : The Union Minister for Finance and Corporate Affairs, Smt.  Nirmala Sitharaman chairing the 40th GST Council meeting via video  conferencing, in New Delhi

નાણા મંત્રાલયે સપ્તાહમાં આ અગાઉ જણાવ્યું હતું કે ૨૧ રાજયોએ કેન્દ્ર દ્વારા સૂચવાયેલા નાણા ઉછીના લેવાના બેમાંથી એક વિકલ્પને સ્વીકાર્યો છે. અલબત્ત, નાણા ઉધાર લેવાના વિકલ્પને બિન ભાજપ શાસિત રાજ્યોએ સ્વીકાર્યો ન હતો અને પરિણામે કેન્દ્રએ એની સ્થિતિ બદલવી પડી છે. .

Related Posts