આ બ્રાંડનો સ્માર્ટફોન નવા વેરિએન્ટ સાથે ભારતમાં લોન્ચ

મસાલા ટેક : સ્માર્ટફોન સ્માર્ટફોન અને સ્માર્ટફોન, ફોન તો બધા જ સ્માર્ટ છે પરંતુ તમામ સ્માર્ટફોનમાંથી સ્માર્ટ રીતે તમે તમારા જરૂરિયાત મુજબ ફોન પસંદ કરી શકો તે માટે તમારા બજેટ અને જરૂરિયાત મુજબ અમે ફોન કલેક્શન તમારા માટે લાવતા હોઈએ છીએ. જે સ્માર્ટફોન (SmartPhone)ની હાલ વાત કરવા જઈ રહ્યા છે તે સેમસંગ ગેલેક્સી (Samsung Galaxy) છે જેનું A21s નું નવું વેરિઅન્ટ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યું છે. સેમસંગનાં યુઝર્સ (Samsung users) માટે આ ફોન જોરદાર સાબિત થશે જેની ડિઝાઈનની વાત કરીએ તો બેકસાઈડમાં એક પ્લાસ્ટિક બોડી છે, આ ફોન બે વેરિએન્ટમાં છે જેમાંથી 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ જે હવે ભારતમાં લોન્ચ થઈ ચૂક્યું છે. આ પહેલા 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ભારતમાં લોન્ચ (Launched in India) કરાયુ હતું.

આ બ્રાંડનો સ્માર્ટફોન નવા વેરિએન્ટ સાથે ભારતમાં લોન્ચ

સેમસંગ ગેલેક્સી A21sનાં મોડલમાં એક કલર વધુ ઉમેરાયો છે પહેલા આ ફોન બ્લૂ, વ્હાઈટ અને બ્લેક રંગમાં હતો પરંતુ હવે આ ફોન સિલ્વરમાં પણ ઉપલબ્ધ થઈ શકશે. બેટરીની વાત કરીએ તો 5000mAhની પાવરફૂલ બેટરી (Powerful battery) મળશે. રેમ અને સ્ટોરેજ જૂના મોડેલ જેવું જ છે. જેમાં તમને હોલ પંચ ડિસ્પ્લે ડિઝાઈન અને રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે. સેમસંગનાં આ સ્માર્ટફોનનાં નવા મોડેલ 10 ઓક્ટોબર શનિવારથી સેમસંગની વેબસાઈટ, રિટેલ સ્ટોર્સ અને સેમસંગ ઓપેરા હાઉસ પરથી વેચાશે.

આ બ્રાંડનો સ્માર્ટફોન નવા વેરિએન્ટ સાથે ભારતમાં લોન્ચ

તે સિવાય આ બંને વેરિયેન્ટનાં સ્માર્ટફોનની વાત કરીએ તો બંનેની કિંમતમાં બે હજાર જેટલો ફરક છે. જો 4 જીબી રેમ+ 64 જીબી સ્ટોરેજ લેશો તો ફોન 14999 એટલે કે 15000માં પડશે અને 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ લેશો તો 16999 એટલે કે 17 હજારમાં પડશે. એક રીતે જોવા જઈએ તો તમને વધારે સ્ટોરેજની જરૂર નથી તો તમે 4 જીબી રેમ વાળા ફોનને પસંદ કરી શકો છો, તમે મોબાઈલનો લાઈટ ઉપયોગ કરો છો તો તમારા માટે 4+64 બેસ્ટ રહેશે, પરંતુ જો તમે ગેમ્સ પણ રમો છો તથા પિક્ચર્સ કે વીડિયો શુટ કરો છો તો તમે 6+128ને પસંદ કરી શકો છો.

આ બ્રાંડનો સ્માર્ટફોન નવા વેરિએન્ટ સાથે ભારતમાં લોન્ચ

Specification

  1. ડિસ્પ્લે 6.50 ઇંચ
  2. પ્રોસેસર સેમસંગ એક્સિનોસ 850
  3. ફ્રંટ કેમેરો 13 મેગાપિક્સલ
  4. રિયર કેમેરો 48 + 8 + 2+ 2 મેગાપિક્સલ
  5. રેમ 4 અને 6 જીબીમાં ઉપલબ્ધ છે.
  6. 64 અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટ
  7. 5000 mAh બેટરી
  8. OAS – એન્ડ્રોઈડ

Related Posts