મહામારીનું અસલ કારણ

આ મહામારીનું કારણ શું? હવામાનનું ખરાબ થવું? શું હવામાન એમ જ ખરાબ થઇ ગયું? નહિ, એના પાછળનું મુખ્ય કારણ સૃષ્ટિના માલિક અલ્લાહની નાફરમાની છે, એની નાફરમાનીના લીધે દુનિયામાં મુસીબતો આવે છે અને એની ફરમાબરદારીથી દુનિયામાં ભલાઈ ફેલાય છે. અલ્લાહે  કુરાનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમને જે મુસીબતનો સામનો કરવો પડે છે તે તમારા પાપ (ગુનાહ) ના લીધે હોય છે અને ઘણાં બધાં પાપો (ગુનાહ) તો અલ્લાહ પાક માફ કરી દે છે. તદુપરાંત અલ્લાહના અંતિમ નબી (હઝરત મુહમ્મદ સ.અ.વ) નું સ્પષ્ટ ફરમાન છે કે જયારે બેહયાઈ (નિર્લજ્જતા) અને શરમ વિરુદ્ધનાં કામો ખુલ્લેઆમ થવા લાગશે તો એવી બીમારીઓ તેઓને ઘેરી લેશે, જેનું નામ પણ આગળના લોકોએ સાંભળ્યું ન હશે. આજે આપણા એ જ હાલ છે એને સુધારવાની જરૂરત છે તો આ વાઇરસ પણ દૂર થઇ જશે. આપણે સિક્કાની એક જ બાજુ કે વાઇરસથી બચો ને જોઈ રહયા છીએ અને પૂરી ચિંતા એ જ કરી રહ્યા છીએ કે આ વાઇરસથી કેવી રીતે બચવામાં આવે, પરંતુ સિક્કાની બીજી બાજુ જે આ બીમારીનું મુખ્ય કારણ છે તે બેહયાઈ (નિર્લજ્જતા) ઓને છોડવા તરફ આપણું કોઈ ધ્યાન નથી. અલ્લાહ આપણને સારી સમજ આપે.

બારડોલી   – મુફ્તી ઇબ્રાહિમ ગજિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts