રેલ્વેએ બિનજરૂરી ખર્ચ ઘટાડવા લીધો આ મહત્વનો નિર્ણય, નવી ભરતીઓ પર પણ રોક

દિલ્હી : રેલવેએ ખર્ચ ઘટાડવા બ્રિટિશ સમયની ટપાલ મેસેંજર સેવાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનો ઉપયોગ ગુપ્ત દસ્તાવેજો મોકલવા માટે થતો હતો. રેલ્વેએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના વિવિધ ઝોનનો સંપર્ક કરવા જણાવ્યું છે. રેલ્વે બોર્ડ દ્વારા 24 જુલાઇના રોજ વિવિધ ઝોનમાં મોકલવામાં આવેલા એક નિર્દેશમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ખર્ચને ઘટાડવા અને બચત કરવા માટે રેલ્વે પીએસયુ-રેલ્વે બોર્ડના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવી જોઈએ. પર્સનલ મેસેંજર તથા પોસ્ટલ મેસેન્જરનું બુકિંગ તાત્કાલિક બંધ થવું જોઈએ.

રેલ્વેએ બિનજરૂરી ખર્ચ ઘટાડવા લીધો આ મહત્વનો નિર્ણય, નવી ભરતીઓ પર પણ રોક

કોરોનાકાળમાં થઈ રહેલા ખર્ચની બચત કરવા માટે બોર્ડનું કહેવું છે કે મળેલ સૂચનાઓનું પાલન થવું જોઈએ. કારણ કે તેનાથી ભથ્થો, સ્ટેશનરી, ફેક્સ વગેરેના તમામ ખર્ચની બચત થઈ શકશે. ટપાલ સંદેશવાહક ખરેખર પટાવાળા હોય છે જે સંવેદનશીલ દસ્તાવેજોને તેમના દ્વારા રેલવે બોર્ડ તરફથી વિવિધ વિભાગો, ઝોન અને વિભાગોમાં મોકલવા માટેની જવાબદારી સોંપવામાં આવેલ હોય છે. બ્રિટિશરોએ આ સિસ્ટમ એવા સમયે શરૂ કરી હતી જ્યારે ઇન્ટરનેટ અને ઇ-મેઇલ ન હતા. ખર્ચ ઘટાડવા માટે રેલ્વે ભૂતકાળમાં અનેક પગલા લીધા છે. નવી ભરતીઓ પાડવા માટે પણ મનાઈ કરવામાં આવી છે, વર્કશોપમાં કામ કરવા માટે કર્મચારીઓની સંખ્યાને મર્યાદિત કરવામાં આવી છે અને કામનું આઉટસોર્સ કરવામાં આવ્યું છે.

રેલ્વેએ બિનજરૂરી ખર્ચ ઘટાડવા લીધો આ મહત્વનો નિર્ણય, નવી ભરતીઓ પર પણ રોક

રેલ્વેએ જણાવ્યુ છે કે હવે તમામ પ્રકારની ફાઈલોને ડિજીટલ તરીકેથી મોકલવામાં આવશે. જેથી સ્ટેશનરી, કાર્ટેજ અને અન્ય વસ્તુઓ પર 50 ટકા ખર્ચો ઓછો થાય તે સિવાય રેલ્વેએ તમામ ઝોનની સમીક્ષા કરી અને મંત્રાલયને તમામ ગેરલાભકારી સંસ્થાઓને બંધ કરવા માટે જણાવ્યું હતુ. શમાં ચાલી રહેલી કોરોનાની મહામારી (The epidemic of corona) થી દેશનાં તમામ ઔધોગિક ક્ષેત્ર (Industrial sector) પર વિપરીત અસર થઈ છે. એમાં એક ક્ષેત્ર રેલ્વે પરિવહન છે. કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે.

રેલ્વેએ બિનજરૂરી ખર્ચ ઘટાડવા લીધો આ મહત્વનો નિર્ણય, નવી ભરતીઓ પર પણ રોક

રેલ્વેની પરિસ્થિતિ (Railway situation) એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારી (Railway employees) ઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલય (Union Finance Ministry) ને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ સ્ટાફ છે. જણાવી દઈએ કે રેલ્વે સરકારનાં નિયંત્રણ હેઠળ છે છતાં રીટાયર થયેલા કર્મચારીઓને પેંશન (Pensions to employees) રેલ્વે પોતાના ફંડમાંથી આપી રહી છે.

Related Posts