World

ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયન ફિલ્મ જોવાની સજા તમારા હૃદયને હચમચાવી નાખશે

નવી દિલ્હી: ઉત્તર કોરિયા (North Korea) અને દક્ષણ કોરિયા (South Korea) વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે આ વિવાદની સજા (punishment) સામાન્ય પ્રજાઓ પણ ભોગવી રહ્યા છે. ત્યારે આ વિવાદ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સૌ કોઈને વિચારતા કરી મૂક્યા છે. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાએ હદે એક બીજાના દુશ્મન બની ગયા છે કે તેઓ પોતાના પ્રજાને પણ મોતને (Death) ઘાટ ઉતારી શકે છે. ત્યારે ઉત્તર કોરિયામાં બે સગીર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને માત્ર જાહેરમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તેમની ભૂલ માત્ર એ હતી કે તેમણે દક્ષિણ કોરિયન ફિલ્મ (South Korean Film) જોઈ હતી અને તે તેમના મિત્રોને જોવા માટે શેર (Share) કરી હતી.

ઉલ્લેખનીય છે કે દુશ્મનાવટ વધતા વર્ષ 2020 માં ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયન સંગીત અને ફિલ્મો અથવા નાટક અન્ય લોકો જોઈ શકે તે જોવા અથવા શેર કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો કોઈ આવું કરતા પકડાય છે, તો તેને સખત સજા કરવામાં આવે છે.

એક અહેવાલ મુજબ દક્ષિણ કોરિયાની ફિલ્મ જોતા પકડાયેલા બંને આરોપી વિદ્યાર્થીઓને ભીડની સામે ગોળી મારી દેવામાં આવી હતી. સરકાર વતી આ પ્રકારની સજા આપીને લોકોને આ સંદેશો પણ આપ્યો હતો કે જો કોઈ કડક કાયદાની વિરુદ્ધ કામ કરશે તો તેને પણ એવું જ ભોગવવું પડશે.

સાઉથ કોરિયા સાથે છે કટ્ટર દુશ્મનાવટ
દક્ષિણ કોરિયા નિઃશંકપણે ઉત્તર કોરિયાને અડીને છે, પરંતુ બંને દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. આ કારણથી ઉત્તર કોરિયામાં પણ ખાસ કરીને દક્ષિણ કોરિયાને લઈને ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. રેડિયો ફ્રી એશિયા અનુસાર, દક્ષિણ કોરિયન ફિલ્મ જોવા અને લોકો વચ્ચે શેર કરવા બદલ આ બે વિદ્યાર્થીઓને જે પ્રકારની સજા આપવામાં આવી છે, આવી સજા કિમ-જોંગ ઉનની સરકારમાં પણ ભાગ્યે જ જોવા મળે છે.

વિદ્યાર્થીઓને જાહેરમાં ગોળી મારી
રિપોર્ટ અનુસાર, સાઉથ કોરિયન ફિલ્મ જોવા અને લોકોમાં શેર કરવાના આરોપ લગાવનારા વિદ્યાર્થીઓને સજા માટે એરફિલ્ડ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આ ઘટનાનો તમાશો જોવા માટે સ્થાનિક લોકોને પહેલેથી જ બળજબરીથી ત્યાં બોલાવવામાં આવ્યા હતા. લોકોની ભીડ જમા થતા જ સરકારના આગેવાનોએ બે વિદ્યાર્થીઓને જાહેરમાં જ લોકોની સામે ગોળી મારી દેધી હતી.

સાઉથ કોરિયન ફિલ્મ શેર કરતા વિદ્યાર્થીઓ ઝડપાયા હતા
એક રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આ વિદ્યાર્થીઓ દક્ષિણ કોરિયન ડ્રામા જોવા અને તેને લોકોમાં શેર કરવાના આરોપમાં પકડાયા હતા. જ્યારે વિદ્યાર્થીઓ પકડાયા ત્યાં સુધીમાં તેઓએ મોટી સંખ્યામાં દક્ષિણ કોરિયન અને અમેરિકન ટેલિવિઝન શો જોઈ ચૂક્યા હતા. જ્યારે તેઓ આ ફિલ્મ અને ડ્રામાને તેઓના મિત્રો સાથે શેર કરી રહ્યા હતા ત્યારે તેઓ પકડાઈ ગયા હતા. ત્યાર બાદ આ વિદ્યાર્થીઓ પર કડક કાયદો લાગુ કરવામાં આવ્યો અને હવે તેમને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી.

Most Popular

To Top