સવારે ‘ગુજરાતમિત્ર’ સાથે ‘સુમુલ’ દુધની ‘જીવરાજ ટી-ભાગળ’ ચા
સવારમાં ઉઠતાની સાથે ટેબલ પર સુમુલ દુધમાંથી બનાવેલી કડક મસાલેદાર જીવરાજ ભાગળની ચા હોય અને દરવાજા પર ફેરિયો ગુજરાતમિત્ર પેપર નાંખી ગયો હોય..!! આહ… આનાથી વધારે મજેદાર સવાર જ બીજી ના હોય…!! જીવરાજ ભાગળની ચા પીતા-પીતા સવારમાં ગુજરાતમિત્રના બ્રેકીંગ ન્યુઝ વાંચવાની સુરતીઓની આદત દાયકાઓ જુની છે.
તેના વગર તો જાણે સુરતીઓની સવાર જ પડતી નથી. ચા એટલે અનઅધિકૃત રીતે લોકચાહનાથી નિમાયેલું ભારતનું રાષ્ટ્રીય પીણું. સુરતીઓ માટે તો સમજો કે અમૃત, દાર્જિલિંગ અને મુન્નારના ખેતરોમાં પાતાળ મંથન સમયે ફૂટી નીકળેલું પીણું. 21 May ના રોજ International Tea Day છે ત્યારે ગુજરાતમિત્ર સિટીપલ્સે સુરતના ચા રસિયાઓ સાથે વાત કરીને જાણ્યું કે તેમના મતે ચા ફક્ત સવારની આદત નથી, સબંધોની મિઠાશ છે. ચા સાથે સુરતીઓનો વર્ષો જૂનો નાતો છે. પ્રસંગ હોય કે પાર્ટી હોય, સુરતીઓ ચા ની ચુસ્કી લેવાનું ભૂલતા નથી. સુરતીઓ માટે સવાર એટલે કે ગુજરાતમિત્ર પેપર સાથે સમુલ દુધમાંથી બનેલી જીવરાજ ભાગળ ચા,.તો આજના આ દિવસે જાણો ચા પીવાની ચાહમાં સુરતીઓ સાથે બનેલા ચૂલબૂલા કિસ્સાઓ…
જીવરાજની ચા વગર અમારી સવાર જ પડતી નથી : અલ્પા સંઘવી
પૂજા શાહ જ્વેલરી ડિઝાઈનર છે. તેમના માતા અલ્પા સંધવીએ તેમના ઘરે ગુજરાતમિત્ર પેપર શરૂ કરાવ્યું હતું. અલ્પા બેને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 39 વર્ષથી સુરતમાં વસવાટ કરે છે. આ પહેલા તેઓ બોમ્બે રહેતા હતા. ત્યાં તેમણે સુમુલ દૂધમાંથી બનેલી ચા નો સ્વાદ ક્યારેય માણ્યો નહોતો. બોમ્બેથી આવ્યા બાદ તેમણે ગુજરાતમિત્ર અને સુરતની સુમુલ દુધમાંથી બનેલી જીવરાજની ચા એટલી માફક આવી ગઈ કે તેઓ હવે બિમાર પડે તો પણ ચા પીવાથી તેમને સારું થઈ જાય છે. આ બંનેે તેમની દવા બની ગયા છે. હવે તેઓ બોમ્બે તેમના પિયર જાય છે તો પણ તેમનાથી ચા અને પેપર વગર રહેવાતું નથી.
અમે બંને બે ચા સાથે બે પેપરની કોપી મંગાવીએ છીએ : કુલપતિ, કિશોરસિંહ ચાવડા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા અને તેમના પત્ની બંનેની સવાર ગુજરાતમિત્ર અને જીવરાજની ચા ના સથવારે શરૂ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ એક પેપરની કોપીની જગ્યાએ બે કોપી મંગાવે છે કેમ કે પતિ-પત્ની બંનેને સુમુલ દૂધમાંથી બનેલી જીવરાજની ચા અને ગુજરાતમિત્ર પેપરની મજા એક સાથે લેવી હોય છે. તેઓ છેલ્લા 33 વર્ષથી ગુજરાતમિત્ર પેપર જ વાંચવાનું પસંદ કરે છે કેમકે જીવરાજની કડક ચા ની જેમ સચોટ અને વિશ્વાસનીય સમાચારોને કારણે તેઓ ગુજરાતમિત્રના બંધાણી બની ગયા છે.
ચા માં સુમુલનું મલાઈદાર દૂધ અમારી સીક્રેટ રેસિપિનો ભાગ છે : ખેતલાઆપા
ખેતલાઆપા ટી સ્ટોલ સુરતીઓમાં ખૂબ જ ફેમસ છે. સવારના પાંચ વાગ્યાથી ત્યાં લોકોની ભીડ જામી જાય છે. ખેતલાઆપા ટી સ્ટોલના માલિકે તેમની ચા ની સિક્રેટ રેસિપી શેર કરતા જણાવ્યું હતું કે અમે સુમુલનું ફેમસ દુધ અને જીવરાજની ભાગળની ચા વાપરીને કડક મસાલાવાળી ચા બનાવીએ છીએ. જેને પીધા પછી લોકો ઘરની ચા પણ ભૂલી જાય છે. અમારા ટી સ્ટોલ પર દરરોજ શહેરના તમામ પેપર મંગાવીએ છીએ પણ લોકો શહેરના સૌથી જૂના અને વિશ્વાસનીય એવા ગુજરાતમિત્ર જ હાથમાં પકડે છે. ગુજરાતમિત્રની હેડલાઈન્સ સાથે અમારી સવારની પહેલી ચા સર્વ થાય છે. રોજ પાંચ સિનિયર સિટીઝન સવારે વોકીંગ કરતા કરતા સ્ટોલ પર આવે છે અને ગુજરાતમિત્ર હાથમાં પકડીને એક વ્યક્તિ ત્યાં બેઠેલા તમામને સમાચાર સંભળાવે છે. છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલી રહ્યો છે. ગુજરાતમિત્રની ચાહ અને અમારી ચા બંને લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
હજી આજે પણ ચા તો જીવરાજની જ બસ હવે સુમુલના લો ફેટ દૂધમાં બને છે – હરીશભાઇ પટેલ
સરદાર ઇંગ્લીશ સ્કુલના નિવૃત્ત આચાર્ય હરીશભાઇ પટેલ કહે છે કે રોજ સવારે છેલ્લી 3 પેઢીથી તેમને ત્યાં જીવરાજની ચા સાથે ગુજરાતમિત્ર જ વંચાતું આવ્યું છે. તેમણે તેમનું S.S.C.E.નું રીઝલ્ટ પણ 1963માં ગુજરાતમિત્રમાં જ જોયું હતું. તેમની પહેલી નોકરી લાગી તે માટેની જાહેરખબર પણ જીવરાજની ચાની ચુસ્કી ભરતા ભરતા ગુજરાતમિત્રમાં જ વાંચી હતી, ત્યારથી તે જીવરાજની ચા અને ગુજરાતમિત્રને લકી માને છે. વર્ષોથી તેમના ઘરે બનતી ચામાં સુમુલનું પેકડ દૂધ જ વપરાય છે. આજે તેમનો પુત્ર હિરેન જે SCET કોલેજમાં પ્રિન્સિપાલ છે અને તેમના પૌત્ર પણ સુમુલના દૂધની બનેલી જીવરાજ ચાના શોખીન છે. આખો પરિવાર રોજ સવારે સાથે બેસી ચા પીતા પીતા ગુજરાતમિત્ર જ વાંચે છે. જો કે હરિશભાઇ હેલ્થ કોન્શ્યસ હોવાથી પોતાના માટે સુમુલનું લો ફેટ દૂધ મંગાવે છે.
સુમુલનું દૂધ, જીવરાજ ભાગળની ચા સાથે ગુજરાતમિત્ર અમારા ફેમિલિ મેમ્બર બની ગયા છે : બાબુભાઈ
સવારની પહેલી જીવરાજની ચા સાથે ગુજરાતમિત્રનું પેપર જાણે એક રુટીન બની ગયું છે. અમારા ઘરે છેલ્લા 40 વર્ષથી ગુજરાતમિત્ર પેપર આવે છે. હા, તેમાંયે દૂધ તો સુમુલનું જ. મને કયારેય છૂટક દૂધ પર વિશ્વાસ બેસતો નહીં, માટે પહેલેથી જ મેં મારા પરિવાર માટે સુમુલના પેકડ દૂધનો જ આગ્રહ રાખ્યો છે. સવારે ચા ની ચુસ્કી સાથે હું બધાને સમાચાર સંભળાવું છું. હું જ્યારે 40 વર્ષ પહેલા સુરતમાં આવ્યો ત્યારે ગુજરાતી ભાષાથી અજાણ હતો. ગુજરાતમિત્ર વાંચીને હું ગુજરાતી ભાષા શિખ્યો. સવારે અમે આખુ ફેમિલી એક સાથે બેસીને જ કડક ચા ની મજા લઈએ છીએ. રોજ સવારનો એક કલાક જાણે ફિક્સ થઈ ગયો હોય તેમ પપ્પાનું ન્યુઝ સેશન શરૂ થાય છે. તેમનું માનવું છે કે સવારના પહેલા સમાચારથી બધા વાકેફ હોવા જોઈએ. જે દિવસે ફેરીયાઓને કારણે પેપર અટવાઈ જાય અને ન આવે ત્યારે અમારી સવાર સાવ ફિક્કી પડી જાય છે. કોઈને ચા નો સ્વાદ નથી આવતો તો કોઈને ચા પીવાનું મન નથી હોતું. સુમુલનું દૂધ, જીવરાજ ભાગળ ચા ની સાથે ગુજરાતમિત્ર અમારા ઘરનું એક મેમ્બર બની ગયું હોય તેમ અમારા જીવન સાથે વણાઈ ગયું છે.
સુમુલ હવે દૂધનો બીજો પ્રર્યાય બની ગયું છે : માનસિંહ પટેલ
21 મે, ઈન્ટરનેશનલ ટી ડે નિમિત્તે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે ગુજરાતમિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે સુમુલ ડેરીની સ્થાપના 1951 માં ગોપીપુરાના એક નાના મકાનમાં થઈ હતી. 1968 સુધી સંઘર્ષ કર્યા બાદ આજે શહેરના અલકાપુરી વિસ્તારમાં સુમુલ ડેરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. આજે આ આખો રોડ સુમુલ ડેરી રોડ તરીકે ઓળખાય છે. સહકારી સંસ્થાઓમાં પણ સુમુલ ડેરીએ પહેલેથી જ દૂધના ધંધામાં રહેલા વચેટીયાઓને કાઢી પશુપાલકોને સપોર્ટ કર્યો. સુમુલ ડેરીએ સુરત શહેરમાં 1968 થી 1970 દરમિયાન આવેલા પુરના પ્રકોપમાં પણ લોકોને ઘરે-ઘરે સુધી દૂધ પહોંચાડ્યું. હાલ સુમુલ દૂધનો બીજો પર્યાય બની ગયું છે. સુમુલ દૂધ, દહીં, પનીર, ધી, ફ્લેવર મિલ્ક, છાશ ઉપરાંત બેકરી ઉત્પાદનો પણ બનાવે છે. ગોવા અને મહારાષ્ટ્રમાં પણ તેના પ્લાન્ટ કાર્યરત છે.
સુરતીઓ દર વર્ષે 750 કરોડ રૂપિયાની ચા પી જાય છે
ચર્ચા જ નહીં સુરતીઓ ચા પર ખર્ચ પણ મનમુકીને કરે છે. સુરત જાણે ચા નું જન્મસ્થળ બની ગયું હોય તેમ શહેરમાં ચા પત્તીનો વેપાર વર્ષે રૂ. 700 કરોડથી પણ વધારે છે. જેમાંથી 70 ટકા એટલે લગભગ 500 કરોડ રૂપિયાની ચા પત્તી ઘરોમાં ઉપયોગમાં લેવાય છે. તેમજ 30 ટકા એટલે લગભગ 200 કરોડ રૂપિયાની ચા પત્તી દુકાનો, કાફે, ટી સ્ટોલ અને હોટલ તેમજ રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાય છે. સુરત ઓદ્યૌગિક નગરી હોવાથી અહીં રેડી ચા એટલે કે તૈયાર પીવાતી ચા નો વેપાર પણ ખૂબ જ મોટો છે. સુરત માર્કેટમાં 80 ટકાથી વધારે જીવરાજ ટીની ચા પત્તીનો હિસ્સો છે. સુરતીઓએ ચા માં પણ વેરાયટી શોધી કાઢી છે. ચા ના બંધાણી સુરતીઓ વહેલી સવારથી જ ચા ની લારીઓ પર ગપ્પા મારતા જોવા મળે છે. તો જાણો સુરતની અવનવી અને મજેદાર ચા ની વેરાયટી વિશે…
સુરતની જાણીતી કેસરવાળી કાશ્મીરી ગુલાબી ચા
ચીની માટીનો એક કપ હોય. ડિશમાં સમોસા હોય અને એક મોટો ચમચો મલાઇનો નાખવામાં આવે. અને તે પછી તેમાં ગુલાબી ધાર કરવામાં આવે અને ત્યાર પછી જે નશો તૈયાર થાય તે એટલે કાશ્મીરી ચા. કશ્મીરી ચામાં લૌંગ,જાયફળ,અને બીજા ગરમ મસાલા નાખી શકાય છે, જ્યારે ગુલાબી રંગ કેસરથી આવે છે. તેમાં ખાંડને બદલે મીઠું નાખવામાં આવે છે. આ ચાના પાદડાં પહોળા હોય છે. જ્યારે કડ કડતી ઠંડી હોય અને ખૂલું આકાશ હોયા ત્યારે આ ચા પીવાનો ખૂબ આનંદ આવે છે.એક કપ ચાની કિમત 40 રૂપિયા છે.
સુરતમાં મળી રહી છે ગોળવાળી સ્વાસ્થવર્ધક ચા
ચા પ્રત્યે લોકોને દીવાનગી વધી રહી છે. પરંતુ ચા બનાવવામાં એક નાનો બદલાવ કરીને સુરતના ચાના સ્ટોલમાં લોકોને ફાયદાકારક ગોળ વાળી ચા પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં પણ આ ગોળવાળી ચા ની માંગ વધી રહી છે. ભરતભાઈ કહે છે કે ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોવાથી લોહીમાં રહેલી ઉણપને દૂર કરે છે. જેથી ગોળવાળી ચા પીવાથી ઘણા ફાયદા થઈ શકે છે. આ ચા ની વધુ એક અનોખી વાત એ છે કે અહીંયા ગ્લાસ અને પેપર કપ ની સાથે ઘઉંનાં લોટમાંથી બનેલા ગ્લાસમાં ચા આપવામાં આવે છે. તેનો સ્વાદ થોડો અલગ હોય છે. આ ઘઉંનાં ગ્લાસમાં તમે ચા પીતા પીતા તેને ખાવાનો આનંદ પણ માણી શકો છો.
સુરતમાં ચા ના શોખીનો માટે, ચા પીઓ અને કપ પણ ખાઈ જાઓ
ચાના શોખીનોએ અત્યાર સુધી જાતજાતની ચા પીધી હશે. ફુદીનાવાળી ચા, આદુ વાળી ચા, પુદીનાવાળી ચા, immunity booster વાળી ચા પીધી હશે. પણ તમે ક્યારેક ચા સાથે ચા નો કપ પણ ખાધો છે ? નહીં ને ? પણ સુરતમાં ગુજરાતમાં પહેલી વખત એવી ચા પીરસવામાં આવે છે છે જેને પીધા પછી તમે તેનો કપ ફેંકવાને બદલે ખાઈ શકો છો. દક્ષિણ ભારતમાંથી આ કપ ખાસ અહીં મંગાવવામાં આવે છે. આ કપની ખાસિયત એ છે કે ચા પીધા પછી તમારે તેને ફેંકવાની જરૂર નથી રહેતી. બિસ્કિટ જેવા જ મટિરિયલમાંથી આ કપ બનાવવામાં આવ્યા છે. જેની અંદર ગરમાગરમ ચા સર્વ કરવામાં આવે છે. ચા પૂરી થઈ જાય એટલે કપને ફેંકવા ને બદલે તમે તેને સીધો જ ખાઈ શકો છો.