જીવનની રેસ જીતવા આપણા મનની ‘એક જીત’ જ કાફી છે!

એક છોકરો હતો, નામ નિમેશ તેને દોડવાનો બહુ શોખ હતો.તે થોડો કમજોર(Weak) હતો એટલે જલ્દી થાકી જતો પણ તે રોજ પ્રેક્ટીસ(Practice) કરતો.બધી દોડવાની રેસમાં ભાગ લેતો;પણ જીતી શકતો નહિ. દર વખતે મેરેથોનમાં ભાગ લેતો પણ લાંબા અંતરની મેરેથોન(Marathon) પૂરી કરી શકતો નહિ.પણ તેને ભાગ લેવાનું અને દોડવાનું છોડ્યું ન હતું.આખું વર્ષ તે પ્રેક્ટીસ કરતો.આ વર્ષેની મેરેથોન નજીક આવી રહી હતી.નિમેશે મનોમન નક્કી કર્યું હતું કે આ વર્ષે તો કઈ પણ થઈ જાય હું મેરેથોન રેસ પૂરી કરીને જ રહીશ.રેસનો દિવસ આવ્યો.

જીવનની રેસ જીતવા આપણા મનની ‘એક જીત’ જ કાફી છે!

નિમેશ સતત વિચારી રહ્યો હતો કે આ વખતે રેસ અધૂરી નથી છોડું;પૂરી કરીને જ રહીશ.રેસ શરુ થઈ નિમેશે દોડવાનું શરુ કર્યું.ધીરે ધીરે બધા સ્પર્ધકો તેનાથી આગળ નીકળી ગયા.નિમેશ દોડતો હતો હવે તેને થાક લાગવા લાગ્યો,પણ તેણે દોડવાનું ન છોડ્યું.થોડીવાર પછી તેનામાં બિલકુલ તાકાત ન રહી તે દોડી શકે તેમ ન હતો.પણ તેનો નિશ્ચય અડગ હતો કે હું રેસ પૂરી કરીને જ રહીશ અધુરી નહિ છોડું.આ અડગ નિશ્ચયે તેને હિંમત આપી તેણે ગ્લુકોઝ પીને ફરી દોડવાનું શરુ કર્યું.આગળ જતા તેનામાં બિલકુલ તાકાત ન રહી. તેણે દોડવાનું શક્ય ન બનતા આગળ ચાલવાનું શરુ કર્યું.થોડે આગળ જઈને તે નીચે પડી ગયો.

બેઘડી માટે આંખે અંધારા આવી ગયા.પણ તે પાણી પી ને અને માથામાં પાણી નાખી સ્વસ્થ થયો તેણેનક્કી કર્યું કે આજે તો તે દોડ પૂરી કરીને જ રહેશે.પોતાના મનને મક્કમ(Firm mind) કરી રેસ પૂરી કરવાની જીદ સાથે તે ઉભો થયો.ભલે દોડી શકતો ન હતો.રેસમાં સૌથી છેલ્લો હતો છતાં તેણે ડગમગતા પગે પણ મનની હિંમતથી રેસ પૂરી કરી.અને ફીનીશીંગ લાઈન પાર કર્યા બાદ તે જમીન પર સુઈ ગયો.ભલે તે રેસમાં છેલ્લે પહોંચ્યો હતો છતાં તે ખુશ હતો.તે ક્યારેય આ રેસ પૂરી કરી શક્યો ન હતો પણ આજે તેણે રેસ પૂરી કરી હતી.તે પોતાની સાથેની રેસમાં આજે હારીને પણ જીત્યો હતો.

જીવનની રેસ જીતવા આપણા મનની ‘એક જીત’ જ કાફી છે!

ભલે તેની શરીર તેને સાથ આપતું ન હતું આખા શરીરમાં દુખાવો હતો છતાં તેનો ચહેરો ખુશીથી ચમકતો હતો.કારણે કે આજે તેણે પોતાની જાત સાથેની રેસમાં એક જીત મેળવી હતી. આપણે ઘણીવાર ભૂલ કરીએ છીએ કે જીવનમાં કોઈ કામ અઘરું લાગે, એક કે બે વાર કોશિશ કરીએ અને ન થાય તો તે કામ કરવાનું આપણે છોડી દઈ છીએ.હાર માણી લઈએ છીએ.પણ દોસ્તો, એમ ન કરો મનની હિંમત કેળવો, સતત તે કામ કરતા રહો, ધીમે ધીમે પણ આગળ વધતા રહો.જો તમે મનથી નક્કી કરશો કે આ કામ હું કરી શકીશ તો તે તમે કરી જ શકશો.કોઈ પણ હારથી હારો નહિ સતત પ્રયત્નો ચાલુ રાખો એક દિવસ જીત મળશે જ.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts