આ શહેરનાં તમામ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો ગ્રાફ ફરી વાર ઉંચકાયો છે જેથી રાજ્યનાં અમુક વિસ્તારોમાં વધી રહેલા કેસોને લઈને તંત્ર દોડતું થયુ છે. રાજ્યભરમાં દિવાળી પછી કોરોના (Covid19) એ રીતસરનો આતંક મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરને જાણે કે કોરોના એ બાનમાં લીધું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં કોરોના પોઝિટિવ (Corona Positive) ના કેસોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે, કે તમામ કોવિડ સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હવે તો હોસ્પિટલો (Hospitals) માં પણ વેઇટિંગના પાટીયા લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. શહેરની તમામ સરકારી તથા ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફુલ (Government and private covid hospitals housefull) થઈ ગઈ છે. અત્યાર સુધી રેલવે, બસ, હોટલો વગેરેમાં વેઇટિંગ જોવા મળતું હતું, પરંતુ કોરોનાની આ મહામારીએ તો હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે વેઇટિંગની સ્થિતિ ઉભી કરી દીધી છે.

આ શહેરનાં તમામ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

તબીબી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં લગભગ તમામ કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જે રીતે પોઝિટિવ કેસો (Positive cases) ની સંખ્યા વધી રહી છે, તેના પ્રમાણમાં શહેરમાં પથારીની સંખ્યા ઓછી પડી રહી છે. શહેરની કેટલીક કોવિડ હોસ્પિટલોમાં તો રીતસર દર્દીઓના વેઇટિંગ લિસ્ટ (Waiting list of patients) શરૂ કર્યા છે. આ ઉપરાંત કેટલીક હોસ્પિટલ પોતાની મનમાની પણ શરૂ કરી છે.

આ શહેરનાં તમામ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

શહેરના નરોડા વિસ્તારમાં કેટલીક ખાનગી હોસ્પિટલો દર્દીઓને જનરલ વોર્ડમાં દાખલ કરીને ડીલક્સ રૂમની ફી વસુલી રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદો મળી રહી છે. જ્યારે હોસ્પિટલ સત્તાવાળાઓને દર્દીઓના સગાઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તમામ માનવતાને નેવે મુકી હોસ્પિટલ સત્તાવાળાઓએ કહી દીધું હતું કે સારવાર લેવી હશે, તો જનરલ વોર્ડમાં જ રહેવું પડશે. પરંતુ ફી ડિલક્સ રૂમની ચૂકવવી પડશે. નહીં તો તમે અન્ય હોસ્પિટલમાં જઈ શકો છો, આમ કોરોનાની મહામારીમાં ક્યાંક માનવતા મરી પરવારી હોય તેમ લાગે છે.

આ શહેરનાં તમામ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1420 જેટલા કેસો નોંધાયા છે જ્યારે 1040 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી રાજ્યનાં કુલ 1 લાખ 77 હજારથી વધુ દર્દીઓ રિકવર (Patients recover) થયા છે જ્યારે સાજા થવાનો દર 91.31 ટકા છે. ગત રોજ કુલ 67901 લોકોના કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા જ્યારે અત્યાર સુધી 71 લાખ 01 હજાર દર્દીઓનાં કોરોના ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં નોંધાયેલા કેસનો ગ્રાફ જરૂર ઉંચકાયો છે પરંતુ રાજ્યમાં માત્ર 7 દર્દીઓએ જ પોતાના જીવ ગુમાવ્યા છે આ એક રાહતનાં સમાચાર છે.

Related Posts