NCBએ હવે આ ફેમસ કોમેડિયનનાં ઘરે છાપેમારી કરી

મુંબઈ : એનસીબી (NCB) સતત ડ્રગ્સ કનેક્શન (Drugs connection) મામલે એક્શન મોડમાં દેખાઈ રહી છે અને નાના હોય કે મોટા તમામ બોલિવૂડ (Bollywood) જગતનાં ચહેરાને પક્ષપાત વગર સમન મોકલી પૂછપરછ માટે બોલાવી રહી છે. શંકા તથા બાતમીનાં આધારે એનસીબીએ અત્યાર સુધી ઘણા સેલેબ્રિટિઓનાં ઘરે પણ છાપેમારી કરીને ડ્રગ્સ જપ્ત કરી (Drugs confiscated in raids) છે. પરંતુ હવે એનસીબીએ જે અભિનેત્રીનાં ઘરે છાપેમારી કરી છે તે બોલીવૂડનો કોઈ મોટો ચેહરો તો નથી છતા તે લાખો લોકોની પસંદ છે અને લાખો લોકો તેની કોમેડીથી ઇમ્પેસ છે, કોઈ એક મહિલા કલાકારનું નામ જે કોમેડી સાથે જોડાયેલું છે તે એક જ નામ સામે આવે છે ભારતી અને આ કોમેડિયન ભારતી (Comedian Bharti) નાં ઘરે એનસીબીએ ડ્રગ્સ મામલે છાપેમારી કરી છે.

NCBએ હવે આ ફેમસ કોમેડિયનનાં ઘરે છાપેમારી કરી

ભારતી સિંહ એક પોપ્યુલર કોમેડિયન (Popular comedian) છે જે મુંબઈનાં અંધેરી સ્થિતિ રહે છે અને ત્યાં એનસીબી પહોંચી વળી છે. ભારતી અને તેના પતિ હર્ષને એનસીબી દ્વારા સમન આપવામાં આવ્યું છે. એનસીબીની આ કાર્યવાહી શનિવાર સવારથી ચાલી રહી છે. જોકે હાલ તેમના ઘરમાંથી કેટલાંક આપત્તિજનક પદાર્થો મળી આવ્યા છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અગાઉ પકડાયેલા ડ્રગ પેડલર (ડ્રગના વેપારી)ની પૂછપરછના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે. ભારતીના ઘરની સાથે અંધેરી, લોખંડવાલા અને વર્સોવામાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

NCBએ હવે આ ફેમસ કોમેડિયનનાં ઘરે છાપેમારી કરી

અગાઉ, એનસીબીએ અભિનેતા અને મોડલ અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રીલાના ઘરે દરોડા પાડ્યા હતા. જણાવી દઈએ કે, એનસીબીએ 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન અને ટેબ્લેટ્સ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબજે કર્યા હતા અને અર્જુનના ડ્રાઇવરની પણ પૂછપરછ કરી હતી. રામપાલના ઘરે દરોડા પાડ્યાના એક દિવસ પહેલા એનસીબીએ બોલીવુડના નિર્માતા ફિરોઝ નડિયાદવાલા (Feroz Nadiadwala) ની પત્નીની ધરપકડ કરી હતી, જ્યારે તેને પરા જુહુ સ્થિત તેમના નિવાસ સ્થાને ગાંજા હોવાનું જણાવાયું હતું.

NCBએ હવે આ ફેમસ કોમેડિયનનાં ઘરે છાપેમારી કરી

સુશાંત (Sushant) સુસાઈડ કેસ બાદથી એનસીબી એક્શન મોડમાં આવી છે અને તે હજુ સુધી ડ્રગ્સ કનેક્શન મામલે પોતાની કામગીરી ઝડપી અને નિષ્પક્ષ રીતે કરી રહી છે. સુશાંત કેસમાં ડ્રગ કનેક્શન હોવાની જાણ થતા એનસીબીએ ઝડપી રીતે કાર્યવાહી હાથ ધરી હતી અને એનસીબીએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને દિપેશ સાવંત સાથે સેમ્યુઅલ મિરાંડાની પણ સમન મોકલીને પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ પુરાવા મળતા ચારેયની ધરપકડ કરવામાં આવી હતી જો કે આ મામલે શૌવિક ચક્રવર્તી સિવાય તમામ લોકોને જેલમાંથી જામિન મળી ચૂકી છે.

Related Posts