વાત છે તુર્કીની, ભારત સાથે પહેલાં વેપાર અર્થે સુરત (ગુજરાત) આવતાં તુર્કીઓ સાથે સારો વહેવાર રાખવો એ આપણી સહકાર ભાવના, સહિષ્ણુતા અને તુર્કી સાથે સારા સંબંધો રાખવા એ આપણી પ્રાયોગિકતા હતી. તેથી આપણા સુરતમાં એક સ્થાનનું નામ તુર્કીવાડ હતું. પણ આજે નાપાક પાકે પહેલગામ પર હુમલો કર્યો અને આપણે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર કર્યું. ત્યારે તુર્કિસ્તાને પાકિસ્તાનને સમર્થન આપી શસ્ત્રોની પણ મદદ કરી. તે બિલકુલ વખોડવાયુક્ત છે. 2023માં
તુર્કીમાં ભયંકર ભૂકંપ આવેલો તે સમયે ભારતે પ્રથમ દોડી જઈ ખૂબ મદદ કરેલી, દવા ખોરાક- જરૂરિયાતો જીવનની કે આપણા મદદગારો પણ સેવા આપવા ગયેલ! પણ તુર્કી બધું જ ભૂલી ગયું અને ભારતને સમર્થન આપવાની જગ્યાએ પાકિસ્તાનને મદદ અને સમર્થન આપ્યું.એવા દેશનું નામ આપણા સુરતમાં તુર્કીવાડ હોય તે કેમ ચલાવી લેવાય? તુરંત નેસ્તનાબૂદ કરી દો. સુરતના એક સ્થાન તુર્કીવાડનું એમાં જ દેશહિત છે જેવા સાથે તેવા. સહિષ્ણુતા બાજુ પર મૂકી દેવી જ પડશે.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તલાટીની ભરતી વયમર્યાદામાં વધારો કરો
ગુજરાત સરકારે મહેસુલી તલાટી વર્ગ-3ની કેડેટ નાબૂદ નહીં થાય તે અંગે મહેસુલી વિભાગે નોટિફિકેશન પ્રસિદ્ધ કરી રેવન્યુ તલાટીની નવી ભરતી અંગે નવા નિયમો જાહેર કર્યા છે. જે અનુસાર શૈક્ષણિક લાયકાત 12થી અપગ્રેડ કરીને ગ્રેજ્યુએટ અને લઘુતમ વય મર્યાદા 18 વર્ષથી વધારીને 20 વર્ષ કરી છે. 10 વર્ષના ખૂબ લાંબા સમય પછી મહેસુલી તલાટીની ભરતીની જાહેરાત કરાશે. પ્રશ્ન એ છે કે નવા નિયમોમાં મહત્તમ વય મર્યાદા પણ વધારીને 36 વર્ષ કરવી જ જોઈએ. જેથી એક દાયકા દરમ્યાન આ જગ્યા પર અરજી નહીં કરી શકનાર તમામ ઉમેદવારોને પણ વયમર્યાદામાં રાહત મળે અને અરજી કરી શકે. આ અંગે રાજ્ય સરકારે વયમર્યાદા વધારવા અંગે નોટીફીકેશન બહાર પાડવું જ જોઈએ જે ન્યાયસંગત પણ છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.