અજ્જુ કાણીયાની હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓનો પોલીસ કબજા લેશે

હત્યા કરવા પાછળનું કારણ શોધવા તપાસ કરાશે

(પ્રતિનિધિ) વડોદરા, તા.૧૫ લુંટ હત્યા, ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાને મધ્યસ્થ જેલમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે હત્યાના ગુનામાં સંડોવાયેલા મનાતા ત્રણ આરોપીઓનો જેલમાંથી કબજા મેળવવા માટે રાવપુરા પોલીસે અદાલતી કાર્યવાહી હાથ ધરી છે. જાે કે ત્રણેય આરોપીઓનો કબજા મેળવ્યા બાદ જ હત્યા પાછળનું કારણ બહાર આવે તેમ છે.

સેન્ટ્રલ જેલમાં બાર નંબરના યાર્ડમાં રહેતા કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયા અને વર્ષ ૨૦૧૮ નો હત્યાનો આરોપી સુનિલ ઉર્ફે સાહિલ મહેશ પરમાર વચ્ચે કોઈ મુદ્દે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા સુનિલ પરમારે પતરાંનો  ટુકડો અજ્જુ કાણીયાના ગળેફેરવી દીધો હતો. કાણીયાના ગળામાંદોઢથી બે ઈંચ ઘા ઝીંકી દેવાતા તે જમીન પર ફસડાઈ પડયો હતો. બનાવના પગલે જેલ સીપાઈઓ દોડી આવ્યા અને અજ્જુને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો.

આ બનાવમાં અન્ય કેદી મોહસીન શરીફખાન પઠાણને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મોહસીન પઠાણે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેને બેરેકમાં અજ્જુ કાણીયો, હૈદર મહમદ હનીફ શેખ, ફીરોજ વજીર શેખ અને પાસાનો પાટીલ નામનો આરોપી રહેતા હતા. ગત તા. ૧૨મીના રોજ સવારે નવ વાગે તે બેરેકની બહાર જતો હતો ત્યારે સુનિલ અને અજ્જુ વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. ત્યારબાદ તે અને કાણીયો ગેટની બહાર સર્કલ પાસે ફોન કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાથી ૧૧ વાગ્યાની આસપાસ પાછા આવતા હતા. ત્યારે બેરેક ૪-૫ સામે પાછળથી સુનિલ ઉર્ફે સાહિલ પરમાર રહેવાસી ગોકુલનગર આજવા રોડ અને કીરણ બોડીયો રહેવાસી અમદાવાદ આવ્યા હતા અને સુનિલે પાછળથી હુમલો કરી અજ્જુના ગળામાં લોખંડની પટ્ટી મારી દેતા અજ્જુ નીચે પડી ગયો હતો આ વખતે કીરણે તેને મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સુનિલે પણ તેને માર માર્યો હતો. જા કે અજ્જુ અને સુનિલ વચ્ચે કયા કારણોસર મગજમારી ચાલતી હતી તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ આબતાબ અને સુનિલ સાથે અજ્જુની મગજમારી ચાલતી હતી જે ફરિયાદના આધારે રાવપુરા પોલીસે સુનિલ ઉર્ફે સાહીલ મહેશ પરમાર, કિરણ ઉર્ફે બોડીયો સોલંકી અને આફતાબ ઉર્ફે શિવા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. હાલમાં રાવપુરા પોલીસે ત્રણેય આરોપીઓની કસ્ટડી મેળવવા માટે અદાલતી કાર્યવાહી હાથ ધરી છે. તદઉપરાંત જેલમાં હત્યાના બનાવ અંગે નજરે જાનાર સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે.

નટુભાઇ સર્કલ પાસેની….

કાચ પણ તોડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.  ઓફિસમાં તપાસ કરતા સામાન વેરવિખેર જણાવ્યો હતો અને રૂ. ૩.૫૦ લાખની કિંમત ધરાવતા ઓર્થોપેડિકના સાધનોના છ બોક્સની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ ઓર્થોપેડિકના સાધનો ખરેખર કેટલી કિંમતના છે તેની માહિતી મુંબઈ ખાતેથી સંજયભાઈ પરત આવી જણાવશે. બનાવ આ અંગે પ્રમોદભાઈએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related Posts