મન અને મગજ લોહચુંબક

એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર સમજાવી રહ્યા હતા.સકારાત્મકતાનું મહત્વ……ઘણું લાંબુ સમજાવ્યા બાદ તેમને કહ્યું, ‘કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો.’ એક બહેન ઉભા થયા અને પૂછ્યું, ‘તમે સ્કારાત્મ્ક્તાનું મહત્વ સમજાવ્યું…પણ મારો પ્રશ્ન છે કે આ સકારાત્મકતા કઈ રીતે કેળવવી….કઈ રીતે જાળવી રાખવી??’

મન અને મગજ લોહચુંબક

સ્પીકર બોલ્યા, ‘આપનો પ્રશ્ન બહુ સરસ છે; અત્યારે ચા ના બ્રેકનો સમય થયો છે.બ્રેક પછી તમારા પ્રશ્નનો જવાબ આપીશ.બધા ચા ના બ્રેક માટે ગયા.સ્પીકર જલ્દી ચા પી ને અમુક તૈયારીમાં લાગ્યા.બ્રેક પછી સ્પીકરે બોલવાનું શરુ કર્યું અને સાથે સાથે બધા શ્રોતાજનોને એક એક લોહ ચુંબક આપવામાં આવ્યા.

સ્પીકરે કહ્યું, ‘તમને એક એક લોહ ચુંબક આપવામાં આવ્યા છે.અને તમને ખબર છે કે લોહ ચુંબક લોખંડની ધાતુમાંથી બનેલી વસ્તુઓને પોતાના તરફ આકર્ષે છે.હવે તમારી પાસે એક સફેદ થેલી અને એક કાળી થેલીમાં અમુક વસ્તુઓ ફેરવવામાં આવશે તેમાં તમારે આંખ બંધ કરી હાથમાં લોહ ચુંબક લઇ તમારી પસંદની થેલીમાં નાખવું. તમારા લોહ ચુંબક તરફ શું આકર્ષાય છે તે જોઈએ.’

હોલમાં બે થેલી ફેરવવામાં આવી તેમાં સફેદ થેલીમાં એક એક મોટી યુ-પીન સાથે એક સકારાત્મક શબ્દ જેમ કે ‘સુખ’ ‘આશા’ ‘ખુશી’ ‘આનંદ’ વગેરે લખેલી નાની ચિઠ્ઠી હતી.અને કાળી થેલીમાં મોટી સેફટી પીનમાં એક નકારાત્મક શબ્દ જેમ કે ‘દુઃખ’ ‘કંટાળો’ વગેરે લખેલી નાની ચિઠ્ઠી હતી.બધાએ લોહચુંબક થેલીમાં નાખ્યું.

જેને સફેદ થેલી પસંદ કરી તેમના લોહ ચુંબકમાં સકારાત્મક શબ્દો વળી યુ પીન આવી અને જેમને કાળી થેલી પસંદ કરી તેમના લોહ ચુંબક સાથે નકારાત્મક શબ્દો વાળી સેફટી પીન આવી. સ્પીકર બોલ્યા, ‘આ નાનકડા પ્રયોગમાં છે સકારાત્મકતા કેળવવાની રીત…યાદ રાખો કે તમારું મન અને મગજ આ લોહ ચુંબક સમાન છે.તમે જે પસંદ કરશો તે પ્રમાણે મળશે.

જો તમે કાળી થેલી પસંદ કરી અને નકારત્મક શબ્દો લખેલી સેફટી પીન મેળવી તેમ જો તમે સતત ખોટા,દુઃખદાયક,નકારત્મક વિચારો કરવાનું પસંદ કરશો તો તમને તે જ મળશે.અને જો તમે સારા, આનંદ દાયક,સકારાત્મક વિચારો કરવાનું પસંદ કરશો તો સફેદ થેલીમાંથી સકારાત્મક શબ્દો લખેલી યુ પીન મળી તેમ જીવનમાં પણ સકારત્મક વસ્તુઓ મળશે.

તમારું મન અને મગજ જે વિચારે છે તે પ્રમાણે જ જીવનમાં બધું પ્રાપ્ત થાય છે.માટે મન અને મગજ હંમેશા સારી, સાચી સુખમય. આનંદ સભર વિચારો કરે તે માટે થોડા સભાન રહો.અને ખોટા અને ખરાબ વિચારો આવી જાય ત્યારે તરત તેને ખંખેરી નાખો.સતત યાદ રાખો કે મન અને મગજ લોહચુંબક છે જેવું વિચારશો,જેવું પસંદ કરશો,જેવું વર્તન કરશો તેવું મેળવશો.માટે સતત સકારાત્મક વિચારો,સકારાત્મક રહો,તો જીવનમાં સકારાત્મકતા સુખ અને ખુશીઓ લાવશે.’

(આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.)

Related Posts