દેશમાં અને મહારાષ્ટ્રમાં સર્વાધિક 28,637 અને 8,139 કેસો, 24 કલાકમાં 551 મોત

દિલ્હી : દેશ(India) દિનપ્રતિદિન કોરોનાનાં કેસો(Cororna Cases) વધી રહ્યા છે. દેશમાં દરરોજનાં એવરેજ 20 થી 25 હજાર કેસો સામે આવી રહ્યા હતા. કોરોના(Covid-19)નાં નવા આંકડા મુજબ દેશભરમાં ગત 24 કલાકમાં રેકોર્ડ 28,637 કેસો(Record 28,637 cases) સામે આવ્યા છે. 19,235 લોકો સાજા થયા છે અને કોરોના વાયરસ(Corona virus)નાં લીધે 551 લોકોના કોરોના વાયરસનાં લીધે મોત થયા હતા. જે સાથે દેશમાં કોરોના વાયરસનાં લીધે મૃત્યુ(Death) પામનાર દર્દીઓની સંખ્યા (Number of patients) 22,674 થઈ હતી. અત્યાર સુધી દેશમાં કુલ 8 લાખ 49 હજાર 553 લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે જે કાલ સુધીમાં 8.5 લાખ વટાવી જશે. દેશમાં અત્યાર સુધીના સર્વાધિક 24,879 કેસો નોંધાયા હતા. ત્યાર બાદ ફરી એક વાર 28,637 કેસો સામે આવતા રેકોર્ડ કાયમ થયો હતો. દેશમાં અત્યાર સુધી કુલ 5 લાખ 34 હજાર 621 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

દેશમાં અને મહારાષ્ટ્રમાં સર્વાધિક 28,637 અને 8,139 કેસો, 24 કલાકમાં 551 મોત

દેશમાં સૌથી કોરોનાગ્રસ્ત રાજ્ય(The afflicted state of Corona) મહારાષ્ટ્ર છે જ્યાં અત્યાર સુધી કુલ 2 લાખ 46 હજાર 600 કેસો સામે આવ્યા છે જેમાંથી 1 લાખ 36 હજાર 985 લોકો રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં મહારાષ્ટ્ર(Maharashtra) એક માત્ર રાજ્ય છે જે કેસોની સંખ્યામાં અને મૃત્યુઆંકમાં બધા રાજ્યો કરતા ખુબ આગળ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં લીધે કુલ 10,116 મોત થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર બાદ કોરોના લીધે થનાર મૃત્યુઆંકમાં બીજા સ્થાને દિલ્હી છે પરંતુ દિલ્હી(Delhi)ની સરખામણીમાં મહારાષ્ટ્રનું મૃત્યુઆંક ત્રણ ગણુ છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8139 કેસો સામે આવ્યા છે અને આ અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં નોંધાવનાર સૌથી વધુ કેસો છે. 4360 લોકો શનિવારે રિકવર થયા છે જ્યારે કોરોના જેવી મહામારીનો સામનો કરી રહેલા 223 લોકોના મોત થયા છે.

દેશમાં અને મહારાષ્ટ્રમાં સર્વાધિક 28,637 અને 8,139 કેસો, 24 કલાકમાં 551 મોત

દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત (Gujarat), તમિલનાડૂ(Tamilnadu) અને દિલ્હી(Delhi) એવા રાજ્ય છે જ્યા ચાર ડિઝીટમાં મૃત્યુઆંક પહોંચ્યો છે. તમિલનાડુમાં ગત 24 કલાકમાં 3,965 કેસો સામે આવ્યા છે અને 69 લોકોનું કોરોનાનાં કારણે મોત થયુ છે. જ્યારે 3,591 લોકો રિકવર થયા છે. દિલ્હીમાં 1,781 કેસો સામે આવ્યા છે જેમાંથી 34 લોકોનું કોરોનાથી મૃત્યુ થયુ છે અને 2,998 લોકો રિકવર થયા છે જેમાં આવનાર કેસો કરતા સ્વસ્થ થનાર દર્દીઓની રિકવરી રેટ વધુ હતો. કર્ણાટકામાં ગત રોજ 2,798 કેસો સામે આવ્યા છે જ્યારે 70નાં મોત થયા છે. વધુમાં બાકીનાં રાજ્યની કોરોના લીધે થનાર મોતની વાત કરીએ તો ઉત્તરપ્રદેશમાં 24, પશ્રિમ બંગાલમાં 26, આંદ્ધપ્રદેશમાં 17 અને બિહારમાં 12 મોત થયા છે અને બીજા બધા રાજ્યમાં એક ડીઝીટમાં મોત થયા છે.

દેશમાં અને મહારાષ્ટ્રમાં સર્વાધિક 28,637 અને 8,139 કેસો, 24 કલાકમાં 551 મોત

કોરોનાનાં પ્રકોપનાં કારણે ફિલ્મી સિતારાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. શનિવારે અમિતાભ અને અભિષેક બચ્ચનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં જ ખાસ અનુપમ ખેરનાં પરિવારને પણ કોરોનાએ પોતાના ઝપેટમાં લીધા છે. જો કે અનુપમ ખેરની રીપોર્ટ નેગેટિવ આવી છે. કોરોના મહામારી આટલી ઝડપી રીતે પોતાના પગ પ્રસરી રહી છે જેમાં લોકોએ પોતાની સાવધાની અને ફરજને ધ્યાનમાં રાખીને સરકારના નિયમોનું પાલન કરવુ જોઈએ.

Related Posts